શોધખોળ કરો

UP Weather Update: યુપીના આ વિસ્તારોમાં વરસાદ સાથે પડી શકે છે કરા, જાણો આજનું હવામાન

UP Weather Today:  ટૂંક સમયમાં યુપીમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. બીજી તરફ, IMD એ પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં આંધી અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

UP Weather News: ઉત્તર પ્રદેશમાં માર્ચ મહિનામાં જ એપ્રિલ અને મે મહિના જેટલી ગરમી પડનાર છે. સતત વધી રહેલા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કે IMDએ હોળી પહેલા પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

યુપીના આ વિસ્તારોમાં વરસાદ સાથે પડી શકે છે કરા

યુપીમાં ફેબ્રુઆરી મહિનામાં પણ છેલ્લા ઘણા વર્ષો કરતા આ વખતે વધુ તાપમાન નોંધાયું હતું. સૂર્યની ગરમીની આ પ્રક્રિયા સતત વધતી રહેશે અને ટૂંક સમયમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. ઘણી જગ્યાએ ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માટે લોકોને એલર્ટ કરતી વખતે ઘણી સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ IMD એ હવામાન પલટાને કારણે શનિવારથી બુધવાર સુધી વાવાઝોડાં અને કરા પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસની શરૂઆત થોડી ઠંડી સાથે થઈ શકે છે, પરંતુ તે પછી ગરમી વધવા લાગશે. યુપીના તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી નોંધાયું છે.

કેવું રહેશે આ જિલ્લાઓમાં હવામાન?

લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 18-20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી લાગે છે. નોઈડા અને પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે યુપીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની લખનૌમાં રવિવારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

વારાણસીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે અને આકાશ સ્વચ્છ રહેશે. કાનપુરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. અહીં પણ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાશે.

આ પણ વાંચો: Gujarat Rain: કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

Gujarat Rain:હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમા અચાનક વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોમાસ જેવો માહોલ જામ્યો હતો

 સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કમોસમી વરસાદી છાંટાની વહેલી સવારેથી  શરૂઆત થઇ ગઇ હતી.કમોસમી વરસાદને  કારમે ઘઉં તમાકુ જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા  છે.

બનાસકાંઠાના લાખણી પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે  વરસાદ પડતાં  ખેડૂતો તૈયાર થયેલા પાકને બચાવવ માટે કવાયત કરતા જોવા મળ્યા હતા.  અહીં કુડા,વાસણ,કોટડા સહિતના ગામોમા કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહીં કમોસમી વરસાદ પડતાં રાયડા.. જીરૂ નાં પાકને નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે.

વલસાડ જિલ્લા પણ  વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં મોડી રાત્રે વાપી આસપાસ ના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી છાંટા પડ્યાં હતા. ગુજરાતને અડીને આવેલ મહારાષ્ટ્રની તલાસરી બોર્ડર પર હાઇવે પર વરસાદ પડતાં અહીં વિઝિબિલિટી ઓછી થઇ જતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરમાં પણ રાત્રે  વાતાવરણમાં  પલટો જોવા મળ્યો હતો.
રાજ્યમાં માવઠાની આગાહીની અસર જામનગર શહેરમાં પણ જોવા મળી હતી.ગત મોડી રાતે વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા ભડાકા સાથે  વરસાદ પડતાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.જામનગર ઉપરાંત
જોડિયા અને કાલાવડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રીના વરસાદી ઝાપટાં પડતા ધરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી માહોલ રહ્યા બાદ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં   કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદી માહોલને લઈને જિલ્લાનું જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારમાં જતા લોકો અટવાયા હતા. આહવા બાદ વઘઇ સહિત વઘઈ ના ગ્રામ્ય વિસ્તારોમાં  ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો.વઘઇમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં અને ઠંડો પવન ફુંકાતા લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.

અમરેલીના સરસિયા ગામે તેમજ  લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો હતો. લીંબડી તાલુકાના શિયાણી, ભલગામડા, ઘાઘરેટિયા, બોડિયા, પાંદરી, નાના ટિંબલા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ઝાપટા પડ્યાં હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઘઉં, જીરા સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતિ  સેવાઇ રહી છે. ધારીમાં પવન સાથે વરસાદ પડતાં કેરીના પાકને નુકસાન થયું છે. કાચી મબલખ કેરી ખરી જતાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget