શોધખોળ કરો

Weather Update Today: દેશભરમાં વરસાદ બાદ બદલાયો મોસમનો મિજાજ, ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ

હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જારી કર્યું છે

Weather Update Today:  હાલમાં દેશભરના અનેક રાજ્યોમાં વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે (16 સપ્ટેમ્બર) વરસાદને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં શનિવારે (16 સપ્ટેમ્બર) દિવસભર વાદળછાયું રહેવાની સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી દિલ્હીમાં વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની શક્યતા છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?

યુપીના વિવિધ ભાગોમાં પણ વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ બાદ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે., હવામાન વિભાગે શનિવારે પણ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ બાદ લોકોને તડકા અને ભેજવાળી ગરમીથી રાહત મળી છે. શનિવારે (16 સપ્ટેમ્બર) રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જારી કર્યું છે. IMD અનુસાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. ભોપાલ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનુપપુર, શહડોલ, ઉમરિયા, કટની, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, રાયસેન, નર્મદાપુરમ, બૈતુલ તથા બુરહાનપુર જિલ્લાના કેટલાક ભાગોમાં આગામી 24 કલાક મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે ઉપરાંત 24 કલાકમાં 204 મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એટલે આ જિલ્લાઓમાં પાણી ભરાવાની અને પુર જેવી સ્થિતિ બની શકે છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સાથે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ વિભાગમાં 17 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જો રાજસ્થાનના હવામાનની વાત કરીએ તો અહીં પણ 17 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget