શોધખોળ કરો
ડુંગળી-લસણની માળા પહેરાવીને થયા લગ્ન, સંબંધીઓએ નવ દંપતિને ગિફ્ટમાં આપ્યા ડુંગળી-લસણ
દેશભરમાં ડુંગળીની વધતી જતી કિંતમને ધ્યાનમાં રાખતા વિરોધ કરવાની આ અનોખી રીત હતી.
![ડુંગળી-લસણની માળા પહેરાવીને થયા લગ્ન, સંબંધીઓએ નવ દંપતિને ગિફ્ટમાં આપ્યા ડુંગળી-લસણ wedding with onion garlic jaimala relatives gave onion as a gift ડુંગળી-લસણની માળા પહેરાવીને થયા લગ્ન, સંબંધીઓએ નવ દંપતિને ગિફ્ટમાં આપ્યા ડુંગળી-લસણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/14071726/wedding-with-onion-garlic-jaimala-relatives-gave-onion-as-a-gift.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વારાણસીઃ દેશભરમાં ડુંગળીની વધતી કિંમતોને લઈને હાહાકાર મચી ગયો છે ત્યારે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં અનોખી રીતે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. એક લગ્ન સમારોહમાં કપલે એક બીજાને ગળામાં ડુંગળી અને લસણની વરળામા પહેરાવી. આ લગ્નમાં આવેલ ઘણાં મહેમાનોએ ગિફ્ટમાં બન્નેને લસણ અને ડુંગળી ભેટમાં આપ્યા.
દેશભરમાં ડુંગળીની વધતી જતી કિંતમને ધ્યાનમાં રાખતા વિરોધ કરવાની આ અનોખી રીત હતી. ગિફ્ટ જોઇને લગ્નમાં આવેલ અન્ય મહેમાન ચકિત રહી ગયા. મહેમાનોએ મોટી સંખ્યામાં નવ દંપતિને ડુંગળી ગિફ્ટમાં આપી ગિફ્ટ આપનારાઓનું કહેવું છે કે, ડુંગળી હાલમાં સૌથી વધારે કિંમતી વસ્તુ છે અને આમ કરવા કરીને તેમણે વધતી કિંમતનો વિરોધ કર્યો છે.
ઉપરાંત વારાણસીમાં જ એક રેસ્ટોરાં માલિકે પોતાને ત્યાં પોસ્ટર લગાવ્યું છે જેમાં લખ્યું છે કે, ‘ડુંગળી માગીને શરમાવસો નહીં, ડુંગળીની જગ્યાએ મૂળાથી કામ ચલાવો.’
ડુંગળીની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને સરકારે વધારાની ડુંગળી આયાત કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે 12660 મેટ્રિક ટન ડુંગળી આચાત કરવા માટે કરાર થઈ ગયા છે.
![ડુંગળી-લસણની માળા પહેરાવીને થયા લગ્ન, સંબંધીઓએ નવ દંપતિને ગિફ્ટમાં આપ્યા ડુંગળી-લસણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/14071732/wedding-with-onion-garlic-jaimala-relatives-gave-onion-as-a-gift-2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)