![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
VIDEO: મહિલા સાથે 'ખરાબ મજાક', ફોન પર વાત કરી રહેલી મહિલાનું શખ્સે સળગાવી દીધું 'સ્કર્ટ', મહિલા દોડાદોડ કરવા લાગી ને.....
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દુકાનમાં ખુરશી પર બેઠો છે. જ્યારે તેની બાજુમાં એક મહિલા ઉભી છે. મહિલા ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે
![VIDEO: મહિલા સાથે 'ખરાબ મજાક', ફોન પર વાત કરી રહેલી મહિલાનું શખ્સે સળગાવી દીધું 'સ્કર્ટ', મહિલા દોડાદોડ કરવા લાગી ને..... Weird News VIDEO: a man sets fire to skirt of woman talking on phone trending viral video VIDEO: મહિલા સાથે 'ખરાબ મજાક', ફોન પર વાત કરી રહેલી મહિલાનું શખ્સે સળગાવી દીધું 'સ્કર્ટ', મહિલા દોડાદોડ કરવા લાગી ને.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/4fc830cc938eed555038e614207a278e169607420632977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weird News VIDEO: આપણે અનેકવાર એવા કેટલાક વિચિત્ર સમાચાર સાંભળીએ છીએ કે આપણે તેને માની નથી શકતા, ઘણીવાર આપણી આજુબાજુ પણ કેટલીય એવી મજાક થતી હોય છે, જેના પર વિશ્વાસ કરવો પણ સારો નથી રહેતો, કેમકે આવી મજાક કેટલીક વાર જોખમમાં મુકી દેતી હોય છે. આવી જ એક મજાકભર્યો વીડિયો અત્યારે સામે આવ્યો છે, જેને જોયા પછી લોકો ચોંકી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર આવા સેંકડો પ્રૅન્ક વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં લોકો ગુસ્સામાં જોવા મળે છે. કારણ કે ઘણી વખત લોકો મજાક કરતી વખતે હદ વટાવી દે છે. હાલના દિવસોમાં આવો જ એક મજાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિએ મજાક કરવાની તમામ હદ વટાવી દીધી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દુકાનમાં ખુરશી પર બેઠો છે. જ્યારે તેની બાજુમાં એક મહિલા ઉભી છે. મહિલા ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે. ત્યારે વ્યક્તિના મનમાં તેની સાથે મસ્તી કરવાનો વિચાર આવે છે. જ્યારે મહિલા સંપૂર્ણ રીતે વાત કરવામાં તલ્લીન થઈ જાય છે ત્યારે પુરુષ તેના સ્કર્ટમાં લાઈટર વડે આગ લગાવે છે. સ્કર્ટ ધીમે ધીમે સ્કર્ટ સળગવાનું શરૂ થઇ જાય છે. પરંતુ હજુ પણ મહિલાનું ધ્યાન તેના સ્કર્ટ પર જતું નથી. ચાલતી વખતે તે દુકાનની બહાર આવે છે જ્યારે તેણીને તેના પગમાં બળતરાનો અનુભવ થાય છે.
સ્કર્ટને સળગતી જોઇને ડરી છોકરી
સ્કર્ટ વધુ સળગ્યા બાદ તેના પગ બળવા લાગે છે, મહિલાએ તેના સ્કર્ટ તરફ જોયું, જે સળગી રહ્યું હતી. આ પછી મહિલા ગભરાઈ ગઈ અને તરત જ આગ હોલવવાનો પ્રયાસ કરવા લાગી. જ્યારે આગ હોલવાઇ ન હતી, ત્યારે તે દુકાનની અંદર ગઈ અને એક વ્યક્તિને મદદ માટે કહ્યું. પુરુષે તરત જ મહિલાને સ્કર્ટ કાઢીને આગ ઓલવવામાં મદદ કરી. ત્યારે જ મહિલાએ રાહતનો શ્વાસ લીધો. અહીં આશ્ચર્યની વાત એ છે કે જે વ્યક્તિએ મહિલાના સ્કર્ટને આગ લગાવી હતી તે વ્યક્તિ તેની ખુરશી પર મૂર્તિની જેમ બેઠો રહ્યો. તેણે ન તો પોતાની ભૂલ સ્વીકારી કે ન તો આગ હોલવવામાં મહિલાને મદદ કરી.
— Intrusive Thoughts Gone Wild (@Intrusivetgw) September 26, 2023
યૂઝર્સે આ શખ્સ પર ગિન્નાયા
હવે એ જાણી શકાયું નથી કે પુરુષે મહિલા સાથે આવું કૃત્ય શા માટે કર્યું, પરંતુ આ ઘટના ખૂબ જ આશ્ચર્યજનક છે. કારણ કે આ કારણે મહિલા સાથે કંઈક ખરાબ થઈ શકે છે. આ વીડિયો જોયા બાદ યૂઝર્સ પણ ગુસ્સે થયા છે. એક યૂઝરે લખ્યું કે, 'આ એક હત્યાનો ખરેખરમાં પ્રયાસ છે. આ વ્યક્તિને જેલમાં મોકલવો જોઈએ. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, 'આ ગુનો છે'.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)