west bengal by election: પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો દબદબો યથાવત, તમામ બેઠકો પર આગળ
પશ્ચિમ બંગાળની છ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતગણતરી ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળની છ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતગણતરી ચાલી રહી છે. આ તમામ બેઠકો પર સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના ઉમેદવારો આગળ છે. પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જીનો દબદબો જોવા મળી રહ્યો છે.
સીતાઈ: TMCના સંગીતા રોય 115311 મતોથી આગળ, ભાજપના દીપક કુમાર પાછળ ચાલી રહ્યા છે.
મદારીહાટઃ TMCના જયપ્રકાશ ટિપ્પો 25165 વોટથી આગળ છે, ભાજપના રાહુલ લોહાર પાછળ ચાલી રહ્યા છે.
નૈહાટીઃ TMCના સનત ડે 44974 મતોથી આગળ છે, ભાજપના રૂપક મિત્રા પાછળ ચાલી રહ્યા છે.
હરોઆ: TMCના એસકે રબીઉલ ઈસ્લામ 93136 મતોથી આગળ છે, ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના પિયારુલ ઈસ્લામ પાછળ ચાલી રહ્યા છે.
મેદિનીપુર: TMCના સુજય હાઝરા 22872 મતોથી આગળ છે, ભાજપના સુભાજીત રોય (બંટી) પાછળ ચાલી રહ્યા છે.
તાલડાંગરા: TMCના ફાલ્ગુની સિંઘબાબુ 20273 મતોથી આગળ, ભાજપના અનન્યા રોય ચક્રવર્તી પાછળ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણી માટે પણ મતોની ગણતરી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસનો કબજો જોવા મળી રહ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી અહીં તમામ 6 બેઠકો પર મોટી લીડ તરફ આગળ વધી રહી છે.
કઈ સીટ પર શું ચાલી રહ્યું છે
અનુસૂચિત જાતિ (SC) માટે અનામત સીતાઈ બેઠક પર TMCની સંગીતા રોય તેમના નજીકના હરીફ ભાજપના દીપક કુમાર પર 1,15,311 મતોના માર્જિનથી આગળ છે.
અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત મદારીહાટ બેઠક પર, TMCના જયપ્રકાશ ટિપ્પો 25165 મતોથી આગળ છે, જ્યારે ભાજપના ઉમેદવાર રાહુલ લોહારને પાછળ છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી હતી.
નૈહાટી સીટ પર ટીએમસીના સનત ડેએ ભાજપના રૂપક મિત્રાથી આગળ છે. સનત ડે 44974 મતોથી આગળ છે
હરોઆ સીટ પર ટીએમસીના એસકે રબીઉલ ઈસ્લામ આગળ ચાલી રહ્યા છે. 93136 મતથી આગળ ચાલી રહ્યા છે.
મેદિનીપુર સીટ પર ટીએમસીના સુજોય હાઝરા 32,777 વોટ સાથે આગળ છે. તાલડાંગરા સીટ પર ટીએમસીના ફાલ્ગુની સિંઘબાબુ આગળ છે, જે ભાજપની અનન્યા રોય ચક્રવર્તી કરતાં 6,324 મતોથી આગળ છે.
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ