શોધખોળ કરો
West Bengal Election: ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, CM મમતા સામે કયા નેતાને ઉતાર્યા મેદાનમાં ? જાણો
West Bengal Election BJP Candidates List 2021: વર્ષ 2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો પર જીત મળી હતી. જો કે, આ વખતે પાર્ટી બંગાળમાં સંપૂર્ણ તાકાતથી પ્રયાસ કરી રહી છે. ભાજપે આ વખતે રાજ્યમાં 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
![West Bengal Election: ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, CM મમતા સામે કયા નેતાને ઉતાર્યા મેદાનમાં ? જાણો West Bengal Election 2021 BJP releases its first list of 57 candidates West Bengal Election: ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, CM મમતા સામે કયા નેતાને ઉતાર્યા મેદાનમાં ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07004441/wet-bengal-elections.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકાતા: ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે હાલમાં બે તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા સુભેન્દુ અધિકારીને ભાજપે નંદીગ્રામથી ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ પરથી ચૂંટણી લડી રહી છે. તે સિવાય ક્રિકેટર અશોક ડિન્ડાને મોયના સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 294 વિધાનસભા સીટો વાળા પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં મતદાન યોજાવાનું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો પર જીત મળી હતી. જો કે, આ વખતે પાર્ટી બંગાળમાં સંપૂર્ણ તાકાતથી પ્રયાસ કરી રહી છે. ભાજપે રાજ્યમાં 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)