શોધખોળ કરો

West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું

West Bengal Governor CV Anand Bose resigned: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઉથલપાથલ વધી ગઈ છે. બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું છે

West Bengal Governor CV Anand Bose resigned: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલના આ રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

મમતા બેનર્જીની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બોઝના અચાનક રાજીનામાના સમાચારથી હું સ્તબ્ધ અને અત્યંત ચિંતિત છું. મને તેમના રાજીનામાનું કારણ ખબર નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા, જો આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્યપાલ પર કોઈ રાજકીય હિતો પૂરા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તો મને નવાઈ નહીં લાગે".

તેમણે વધુમાં જણાવ્યું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રીએ મને જાણ કરી છે કે આર.એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે (અમિત શાહ) આ બાબતે સ્થાપિત પરંપરા મુજબ મારી સાથે પરામર્શ કર્યો નથી. આવા પગલાં ભારતના બંધારણની ભાવનાને નબળી પાડે છે અને આપણી સંઘીય રચનાના પાયા પર પ્રહાર કરે છે. કેન્દ્રએ સહકારી સંઘવાદના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને આવા એકતરફી નિર્ણયો લેવાથી બચવું જોઈએ'.

નવેમ્બર 2022માં બન્યા હતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

  • ડૉ. સી.વી. આનંદ બોઝને 17 નવેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  • તેમના પહેલા મણિપુરના તત્કાલીન રાજ્યપાલ લા ગણેશન વધારાના હવાલા તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું કામકાજ સંભાળતા હતા.

  • જ્યારે તત્કાલીન રાજ્યપાલ જગદીપ ધનખડ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, ત્યારે બોઝને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

કોણ છે સી.વી. આનંદ બોઝ?

  • સી.વી. આનંદ બોઝ 1977 બેચના IAS ઓફિસર છે અને તેઓ કેરળના કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી છે.

  • તેઓ એક લેખક પણ છે, જેમણે અંગ્રેજી, મલયાલમ અને હિન્દીમાં આશરે 40 પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

  • તેમને જવાહરલાલ નેહરુ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  • બોઝ તે કાર્યકારી જૂથના અધ્યક્ષ હતા જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે વિકાસ એજન્ડા તૈયાર કર્યો હતો.

  • મોદી સરકારે "તમામ માટે સસ્તું આવાસ" (Affordable housing for all) નો તેમનો કોન્સેપ્ટ સ્વીકાર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget