West Bengal Panchayat Election 2023 Live: બંગાળમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે હિંસા, કેટલાય જિલ્લામાં રાતથી અત્યાર સુધી 13 લોકોના મોત
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2023નું મતદાન શરૂ થઇ ગયું છે. પશ્ચિમ બંગાળ ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીઓ માટે શનિવારે (8 જુલાઈ) મતદાન યોજાઈ રહ્યું છે.
LIVE
Background
West Bengal Panchayat Election 2023: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2023નું મતદાન શરૂ થઇ ગયું છે. પશ્ચિમ બંગાળ ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીઓ માટે શનિવારે (8 જુલાઈ) મતદાન યોજાઈ રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી બંગાળ પંચાયતની ચૂંટણીને રાજ્યમાં લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓમાં, જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતોની લગભગ 74,000 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પંચાયતની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરનાર મતદારોની સંખ્યા લગભગ 5.67 કરોડ છે.
હિંસા વચ્ચે શુભેન્દુ અધિકારીનો ગંભીર આરોપ
બંગાળમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે કેટલીય જગ્યાએથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. આ અંગે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનું નિવેદન હવે સામે આવ્યું છે. તેઓ કહે છે કે પંચાયત ચૂંટણીમાં બંગાળ સળગી રહ્યું છે. ટીએમસીના ગુંડાઓએ બંગાળને આગમાં નાખી દીધું છે. કેન્દ્ર સરકારે બંગાળને બચાવવા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવા જોઈએ. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બંગાળને લૂંટવાનું કામ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિ છે, અમે ટીએમસીના ગુંડાઓને તેનો નાશ કરવા નહીં દઈએ. તેઓએ આરોપ લગાવ્યો કે રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હા ટીએમસીના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે.
ઉત્તરીય દિનાજપુરમાં TMC કાર્યકરની હત્યા
પશ્ચિમ બંગાળમાં પંચાયત મતદાન દરમિયાન થયેલી હિંસામાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર દિનાજપુરના ચકુલિયામાં TMC કાર્યકરનું મોત થયું છે. ગઇરાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 13 રાજકીય કાર્યકરોના મોત થયા છે.
રાહુલ ગાંધી બંગાળ હિંસા પર કેમ બોલતા નથી - અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બંગાળમાં ચૂંટણીની જાહેરાત સાથે જ હિંસા શરૂ થાય છે. ટીએમસી અને મમતા બેનર્જી ચૂંટણી જીતવા માટે કોઈપણ લેવલ સુધી જાય છે. તેમને સવાલ કર્યો કે બંગાળમાં થયેલી હિંસા પર રાહુલ ગાંધી કેમ બોલતા નથી. શું મજબૂરી છે કે મમતા અને રાહુલ હાથ મિલાવે છે.
કૂચબિહારમાં વધુ એક રાજકીય કાર્યકરની હત્યા
પશ્ચિમ બંગાળમાં પંચાયત મતદાન દરમિયાન થયેલી હિંસામાં વધુ એકનું મોત થયું છે. કૂચબિહારના દિનહાટામાં ગોળી વાગવાથી બીજેપી કાર્યકરનું મોત થયું હતું. ગત રાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 12 રાજકીય કાર્યકરોના મોત થયા છે.
બપોરે 1 વાગ્યા સુધી 37 ટકા મતદાન
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 37 ટકા મતદાન થયું છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ હિંસા ચાલુ છે.