શોધખોળ કરો

કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370 શું છે?

35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં અચાનક વધેલ હલચલને કારણે લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શું થવા જઈ રહ્યું છે. સાથે જ લોકોના મનમાં બંધારણના આર્ટિકલ 370ને લઈને પણ સવાલ બન્યો છે. આખરે શું છે આર્ટિકલ 370 અને કેવી રીતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરર્જો આપે છે આજે તેના પર વાત કરીશું. શું છે આર્ટિકલ 35A? 35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપવામાં આવ્યાં છે. અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. અસ્થાયી નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સ્થાયી થઈ શકે છે અને ન તો ત્યાંની કોઈ જ સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી અને શિષ્યવૃતિ પણ મળતી નથી. તેઓ કોઈ જ રીતના સરકારી મદદ મેળવવાને પાત્ર પણ નથી હોતાં. શું છે આર્ટિકલ 370? ભારતમાં વિલય પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક સંબંધો સાથેની વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામમાં બંધારણની અંદર આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા- સુરક્ષા, વિદેશ મામલાઓ અને કોમ્યુનિકેશન્સ માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. સૌથી મોટી વાત એ છે કે, ભારતના કે કાશ્મીરના બંધારણમાં આર્ટિકલ ૩૫-એનો કોઈ ઉલ્લેખ નથી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે, તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરે. આર્ટિકલ ૩૫એને ૧૪ મે ૧૯૫૪માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર કુમારે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. આ ઉલ્લેખ મળે છે પણ લેખિતમાં ક્યાંય તેનો ઉલ્લેખ દેખાતો નથી. બંધારણસભામાં કે સંસદની કોઈ સમિતિમાં કે કામગીરી દરમિયાન આર્ટિકલ ૩૫ એને બંધારણનો ભાગ બનાવવાની માગ ઊઠી જ નથી. તત્કાલીન સરકારે તેને આર્ટિકલ ૩૭૦નો જ ભાગ ગણાવી હતી. આજદીન સુધી તેનો આ રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિકલ ૩૫એને બંધારણમાં સ્થાન મળ્યું નથી પણ કાશ્મીર સરકાર દ્વારા તેને લાગુ કરવા માટે આર્ટિકલ ૩૭૦નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે જ તેને બંધારણનો જ ભાગ ગણાવવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget