(Source: Poll of Polls)
Covid Delta Plus Variant: કોવિડ-19નો નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Coronavirus: કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે લોકો ચિંતિત છે. ન્યૂ ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાતો વાયરસ છે. તેમાં આપે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. જાણીએ તેનો લક્ષણો અને બચાવ શું છે.
Corona Delta Plus Variant: કોરોના વાયરસની બીજી લહેરના કહેરથી લોકો હજું બહાર નથી આવ્યાં ત્યાં કોરોનાના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસે ભારતમાં દસ્તક દીધી છે. આ નવો ડેલ્ટા પ્લસ વાયરસ ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં ડેલ્ટા પ્લસના કેસ સામે આવી ચૂક્યાં છે.
કોરોનાનો નવો ડેલ્ટાપ્લસ વેરિયન્ટ શું છે?
કોરોનાનો નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એટલે B.1.617.2 સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. જો કે હવે ધીરે ધીરે અન્ય દેશોમાં પણ તેના કેસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસના રૂપમાં બદલવાનું કારણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બન્યું છે. આ વાયરસ ભારત પહેલા પણ સૌથી પહેલા યુરોપમાં જોવા મળ્યો હતો. સ્પાઇક પ્રોટીન કોરોના વાયરસનો મુખ્ય હિસ્સો છે. જેની મદદથી આ વાયરસ ઇન્સાનના શરીરમાં ઘુસીને સંક્રમણ ફેલાવે છે.
ઝડપથી ફેલાય છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ
કોરોનાના આ ન્યુ વેરિયન્ટમાં સૌથી ખતરનાક વાત એ છે કે, તે સૌથી ઝડપથી ફેલાય છે. જો કે આલ્ફા વેરિયન્ટ પણ ખૂબ જ ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. જો કે ડેલ્ટા વેરિયન્ટ 60 ટકાથી વધુ સંક્રામક છે. ડેલ્ટાથી મળતો આવતો કપ્પા વેરિયન્ટ વેક્સિનને પણ ચકમા દેવામાં સક્ષમ છે. જો કે તે વધુ નથી ફેલાયો. જો કે હવે સુપર સ્પ્રેડર ડેલ્ટા વેરિયન્ટે લોકોને ડરાવી દીધા છે.
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના લક્ષણો
-કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં કેટલાક અલગ પ્રકારના લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે.
-કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં સામાન્ય લક્ષણોમાં તાવ, સૂકી ખાંસી, અને થકાવટ મુખ્ય લક્ષણ છે.
-કોરોના ડેલ્ટા વેરિયન્ટના ગંભીર લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે શ્વાસ ચડવો, જેવા લક્ષણો જોવા મળે છે.
-આ સિવાય ત્વચા પર ડાઘ, પગની આંગણીનો રંગ બદલવો, જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.
-સામાન્ય લક્ષણોમાં ગળામાં ખરાશ, સ્વાદ અને ગંધની ક્ષમતા જતી રહેવી, માથામાં દુખાવો અને ઝાડાની સમસ્યા સામેલ છે.
કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી કઇ રીતે બચશો?
- ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો
- બિન જરૂરી બહાર જવાનું ટાળો
- હાથને વારંવાર સાબુથી 20 સેકેન્ડ સુધી ધોવો.
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં રહો, લોકોથી 6 ફૂટનું અંત્તર હંમેશા બનાવી રાખો.
- ઘરની વસ્તુઓ અને આસપાસની ચીજોને હંમેશા ડિસઇન્ફેક્ટ રાખો.
- બહારથી આવતા સામાને તરત જ ન સ્પર્શ કરો, બહારથી આવતી દરેક વસ્તુને ડિસઇન્ફેક્ટ કરે