RT PCR ટેસ્ટ શું છે? તેના દ્વારા કેવી રીતે કોરોના વાયરસ ડિટેક્ટ થાય છે, સરળ ભાષામાં સમજો સંપૂર્ણ પ્રક્રિયા
હાલ કોરોનાની મહામારીના સમયમાં RT PCR શબ્દ ખૂબ પ્રચલિત થયો છે અને વાંરવાર સાંભળવા મળે છે. RT PCR ટેસ્ટ દ્રારા શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. તો જાણીએ આ ટેસ્ટ શું છે અને ટેસ્ટ દ્વારા કેવી રીતે કોરોના વાયરસને ડિટેક્ટ કરવામાં આવે છે.
હાલ કોરોનાની મહામારીના સમયમાં RT PCR શબ્દ ખૂબ પ્રચલિત થયો છે અને વાંરવાર સાંભળવા મળે છે. RT PCR ટેસ્ટ દ્રારા શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. તો જાણીએ આ ટેસ્ટ શું છે અને ટેસ્ટ દ્વારા કેવી રીતે કોરોના વાયરસને ડિટેક્ટ કરવામાં આવે છે.
RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ ચેઇન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્રારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં શરીરના બઘા જ ભાગમાંથી સેમ્પલ લેવાની જરૂર પડતી નથી. મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઇબ લેવામાં આવે છે.
ટેસ્ટ કઇ રીતે કરે છે કામ
RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ ચેઇન રિએકશન ટેસ્ટ કર્યા બાદ તેનો રિપોર્ટ આવતા 8કલાક જેટલો સમય લાગે છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ ચેઇન રિએકશન ટેસ્ટ શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણવા માટે સક્ષમ છે. આ કારણે જ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો શરીરમાં ન દેખાતા હોય તો ટેસ્ટ પોઝિટિવ આવે છે. આટલું જ નહીં આ ટેસ્ટ દ્રારા સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ આ આર ટી પીસીઆર ટેસ્ટ દ્રારા જાણી શકાય છે.
નિષ્ણાતના મત મુજબ જો આપ કોઇ દવાનું કે ઉકાળાનું સેવન કરતા હો તો ટેસ્ટ કરાવતાના કેટલા સમય પહેલા તે બંધ કરી દેવા જોઇએ તે અંગેની સલાહ ડોક્ટર પાસેથી લેવી જરૂરી છે. કારણ કે બની શકે કે આ દવાની અસરથી રિપોર્ટ સ્પષ્ટ અને સાચો ન આવી શકે,
કેવી રીતે કોરોના વાયરસ ડિટેક્ટ થાય છે?
- કોવિડના સેમ્પલના ટેસ્ટિંગની લેબ અલગ હોય છે
- લેબ સાયન્ટિસ્ટ પીપીઇ કિટ પહેરી સાવધાની પૂર્વક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે
- ઓટોમોટિક ડિસ્ટ્રેક્ટર મશીન જેમાં સેમ્પલ નાખવામાં આવે છે
- RT PCR ટેસ્ટમાં DNAને એમ્પિલફાઇ કરવામાં આવે છે.
- જેથી તેનું વિશેલેષણ કરવામાં આવે છે
- સેમ્પલને PCR મશીનમાં રાખવામાં આવે છે
- PCR મશીનમાં હીટિંગ અને કૂલિંગના જુદા જુદા સાયકલ દ્રારા DNAની કરોડો કોપી બનાવાય છે.
- ત્યારબાદ તેની એક એક ડાઇની સરખામણી કરવામાં આવે છે.
- જો સેમ્પલ પોઝિટિવ હશે તો ડાઇ ચમકવા લાગે છે
- લેબનો આ ટેસ્ટ 100% ટકા વિશ્વનિય મનાય છે