શોધખોળ કરો
Advertisement
વેક્સિન પાસપોર્ટ શું છે ? ભવિષ્યમાં આપની પાસે હોવો શા માટે જરૂરી છે? જાણો
વેકિસન પાસપોર્ટ: ભવિષ્યમાં ટ્રાવેલ કરવા માટે આપને વેક્સિન પાસપોર્ટની જરૂર પડી શકે છે. કેટલીક મોટી કંપનીઓએ વેક્સિન પાસપોર્ટ ફરજિયાત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. તો જાણીઓ શું છે વેક્સિન પાસપોર્ટ?
કોરોના વાયરસે બધું જ બદલી નાખ્યું છે. કોરોના વાયરસમાં આશાના કિરણ સમાન વેક્સિન આવી ગયું છે. હાલ વેકિસનેશન શરૂ થઇ ગયું છે. ત્યારે એક શબ્દ વધુ સંભળાય રહ્યો છે. તે છે વેક્સિન પાસપોર્ટ તો વેક્સિન પાસપોર્ટ શું છે અને આપને તેની જરૂર ક્યારે પડી શકે છે જાણીએ..
શું છે વેક્સિન પાસપોર્ટ?
સરળ ભાષામાં કહીએ તો એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આપણે પાસપોર્ટની જરૂર પડે છે. આ જ રીતે કોરોનાનું સંક્રમણ રોકવા માટે આવનાર દિવસોમાં અમેરિકા સહિતના દેશો એક ડિઝિટલ પાસપોર્ટ તૈયાર કરશે. જેના જેના દ્રારા નાગરિકોએ બતાવવું પડશે કે. તેમને કોરોનાની વેક્સિન લઇ લીધી છે. આ સ્થિતિમાં બીજા દેશમાં ટ્રાવેલ કરવા માટે આપના પાસે વેક્સિન પાસપોર્ટ હોવો જરૂર બનશે.
શું આવી શકે છે મુશ્કેલી?
ડિજિટલ દુનિયામાં હાલ પ્રાઇવેસી સૌથી મોટો મુદ્દો છે. હાલ વ્હોટસએપ અને ફેસબુકની પ્રાઇવેસી પોલીસીને લઇને પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. ત્યારે અહીં પણ વેક્સિન પાસપોર્ટ તૈયાર કરવામાં સૌથી મોટો સવાલ પ્રાઇવેસીનો છે જો કે વધુ તે મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ કે વેક્સિન પાસપોર્ટ દસ્તાવેજના રૂપે આવશે કે કોઇ એપ રૂપે આવશે. જાણવા મળ્યું છે કે, ટ્રાવેલ સિવાય વેન્યૂ, મૂવિ થિયેટર વગેરે જાહેર સ્થળોએ પણ તેને લાગૂ કરાશે.
વેક્સિન પાસપોર્ટ પર WHOએ શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેનશ એટલે કે WHOએ વેક્સિન પાસપોર્ટ મુદ્દે જણાવ્યું છે કે, વેક્સિન પાસપોર્ટને ડિજિટલ હેલ્થ કાર્ડ કહી શકાય. કેટલીક કંપનીઓએ તેના માટે સ્માર્ટ ફોન એપ અને સોફ્ટવેર ડિઝાઇનિંગનું કામ શરૂ કરી દીધું છે. કોમ ટ્રસ્ટ નેટવર્ક અને આઇબીએમ જેવી કંપનીઓએ આ દિશામાં બહુ પહેલાથી કામ શરૂ કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement