શોધખોળ કરો

30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો નિષ્ક્રિય થઈ જશે તમારું PAN Card, ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે

1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો.

નવી દિલ્હીઃ જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં પાન અને આધાર કાર્ડ એક બીજા સાથે લિંક નહીં કરાવ્યા હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ પહેલા આ નિયમ હતો કે જો તમે પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં કરાવો તો તેને રદ્દ કરવામાં આવશે એટલે કે તમારે નવું પાન કાર્ડ કઢાવવું પડશે. પરંતુ હવે લિંક ન કરાવવા પર માત્ર તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે 1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો. આગળ વાંચો પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે કરશો લિંક.... PAN Card – Aadhar Cardને જોડવા માટે પહેલા તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઇટ પર ડાબી બાજુએ ક્વિક લિંકની નીચે “લિંક આધાર”નો વિકલ્પ આપવામાં આવશે, તેના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. પેજ ખુલ્યા પછી તમારે PAN Card નંબર અને Aadhar Card નંબરની વિગતો ભરવાની રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો નિષ્ક્રિય થઈ જશે તમારું PAN Card, ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે ત્યાર બાદ તમારે કેપ્ચા કોડની વિગતો ભરવાની રહેશે. તે ભર્યા બાદ ‘લિંક આધાર’ના વિકલ્પ પર ક્લિક કરો. જેમને આંખોની તકલીફ છે તે લોકો માટે કેપ્ચાની જગ્યાએ ઓટીપી પણ ઉપલબ્ધ છે. ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, બીજું નવું પેજ ખુલશે. અહીં તમને જાણ કરવામાં આવશે કે તમારા PAN Card – Aadhar Cardને લિંક કરવા માટે UIDAIને એક અરજી મોકલવામાં આવી છે. તમારે આ બાબતને પણ ધ્યાને લેવી જોઈએ કે, PAN Card – Aadhar Cardને જોડતા પહેલા ખાતરી કરો કે, તમારી માહિતી બંનેમાં સમાન છે. ઇન્કમટેક્સ વિભાગ પાન અને આધારને લિંક કરવા માટેના બંને ડોક્યુમેન્ટની માહિતી તપાસે છે. જો તમે પાન અને આધારને લિંક કરવા માટે અરજી કરી છે, તો પછી તમે તેનું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget