કોરોનાની બીજી લહેર દેશમાં હજુ કેટલો સમય ચાલશે, ક્યાં રાજ્યોમાં પીક હજુ બાકી છે, જાણો એકસ્પર્ટે શું આપી ચેતાવણી
કોરોનાની બીજી લહેરમાં ડાઉન ફોલ્સની સાથે બીજી લહેર ખતમ થવાના સંકેત મળી રહ્યાં છે. તો ક્યાં રાજ્યોમાં ક્યારે સેકન્ડ વેવનો અંત આવશે
કોરોનાની બીજી લહેરમાં ડાઉન ફોલ્સની સાથે બીજી લહેર ખતમ થવાના સંકેત મળી રહ્યાં છે. ભારત સરકાર ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની કમિટીના એક્સપર્ટે આ મુદ્દે અંદાજ લગાવ્યો છે. એક્સપર્ટેના મત મુજબ દેશમાંથી કોવિડની સેકેન્ડ વેવને ખતમ થવાના ઓછામાં ઓછા હજુ 2 મહિનાનો સમય લાાગશે. ભારત સરકાર ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની કમિટીએ એક ખાસ મેથેમેટિકલ મોડલથી આ મામલે અંદાજ લગાવ્યો છે. જે મુજબ મેના અંતમાં 1.5 લાખ કેશ પ્રતિદિન આવશે, જૂનમાં આ કેસ ઘટીને 20 હજાર પ્રતિદિન થઇ જશે. જુલાઇ 2021 કોરોનાની બીજી લહેર ખતમ થઇ જશે.
ક્યાં રાજ્યોમાં પીક આવી ચૂકી છે?
વૈજ્ઞાનિકોએ એ જાણકારી પણ આપી છે, કે ક્યાં રાજ્યોમાં કોરોનાની સેકેન્ડ વેવનો પીક આવી ચૂક્યો છે. કમિટીના એકસ્પર્ટે જણાવ્યાં મુજબ દિલ્લી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, સિક્કમ, ગૌવા, રાજસ્થાન, કેરળ, ઉત્તરાખંડ, હરિયાણામાં કોરોના સંક્રમણની સેકન્ડ વેવનો પીક આવી ગયો છે.
દેશના ક્યાં રાજ્યોમાં પીક બાકી છે?
કયાં રાજ્યમાં સંક્રમણનું પીક બાકી છે. અને આ પીક ક્યારે આવી શકે છે., હિમાચલ પ્રદેશમાં 24 મે, પંજાબમાં 22 મે, તમિલનાડુમાં 30 મે, પુડુચેરીમાં 22 મે સંક્રમણ પીક પર આવશે. તો નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ કોવિડ સંક્રમણનું પીક બાકી છે.
કોરોનાની થર્ડ વેવ ક્યારે આવશે?
એકસ્પર્ટે થર્ડ વેવ વિશે પણ સંકેત આવ્યાં છે.એકસ્પર્ટના મત મુજબ 6 મહિના બાદ દેશમાં કોવિડની ત્રીજી લહેર દસ્તક દેશે. ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જો કે રાહતની વાત એ છે કે એક્સ્પર્ટ મુજબ ત્રીજી લહેર વેક્સિનનેશન અને સંક્રમિત લોકોમાં ડેવલપ થયેલી એન્ટીબોડીના કારણે વધુ ભયંકર નહી નિવડે. આ બધા જ અંદાજ જે મોડલ પર આધારિત છે. જેને સૂત્ર મોડલ કહે છે. જેમાં એક્સપર્ટ ડેટા કલેક્ટ કરીને અંદાજ લગાવે છે. જે મુજબ સરકાર નિતી તૈયાર કરે છે.
IIT કાનપુરના અઘ્યયયન મુજબ ભારતમાં કોોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરના શરૂઆતમાં આવી શકે છે. ભારતની કોરોનાની ત્રીજી લહેર માટે કેટલી તૈયારી છે, તે મુદ્દે પણ કાનપુર આઇઆઇટીએ સ્ટડી બાદ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ત્રીજી લહેર માટે ભારતની તૈયારીને અપૂરતી બતાવવામાં આવી છે. ત્રીજી લહેરની ભંયકરતાને ઓછી કરવા માટે વેક્સિનેશનને તેજ બનાવવું જરૂરી છે પરંતુ હાલ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખોરવાઇ રહી છે. અપરૂતા વેક્સિનના સ્ટોકના કારણે વેક્સિનેશનની પ્રક્રિયામાં પણ અવરોધ આવી રહ્યાં છે. ત્રીજી લહેરની તૈયારી માટે આ સૌથી ચિંતાજનક બાબત છે. ભારતીય વસ્તીના લગભગ 9.2 ટકા લોકોએ ઓછામાં ઓછું પ્રથમ ડોઝ મેળવ્યો છે. દૈનિક રસીકરણનાં લક્ષ્યાંકો ફક્ત ચારથી પાંચ મિલિયન જેટલા ગુણ જેટલા છે.