નશામાં ધૂત યુવકે નાચતા નાચતા પોતાને જ મારી છરી, વિડીયોમાં જુઓ પછી શું થયું
હોલિકા દહનના કાર્યક્રમમાં નશામાં ધૂત એક યુવક ચાકુ લઈને નાચતો હતો.નાચતા વખતે આ યુવકે પોતાની છાતીમાં છરી મારવાનો સ્ટંટ કર્યો હતો.
Indore : ઘણી વખત કોઈ સનકી વ્યક્તિ સ્ટન્ટ કરવાની લ્હાયમાં કંઈક એવું કરી નાખે છે, જેનાથી તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. હાલમાં જ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં હોલિકા દહનના કાર્યક્રમમાં નશામાં ધૂત એક યુવક ચાકુ લઈને નાચતો હતો.નાચતા વખતે આ યુવકે પોતાની છાતીમાં છરી મારવાનો સ્ટંટ કર્યો હતો. આ સ્ટન્ટનું પરિણામ એ આવ્યું કે તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
યુવકની છાતીમાંથી લોહી વહેવા લાગ્યું
બાણગંગા પોલીસના જણાવ્યા અનુસાર ઇન્દોરના કુશવાહનગરના રહેવાસી 38 વર્ષીય ગોપાલ સોલંકી નશામાં હતો જે ગુરુવારે બપોરે 3 વાગ્યે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ડીજે પર ડાન્સ કરી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે છરી કાઢી અને છાતીમાં મારવાનો સ્ટન્ટ કર્યો હતો. છાતીમાં 3, 4 વાર ઘા માર્યા બાદ છરી ગોપાલની છાતીમાં ઊંડે સુધી ઘુસી ગઈ હતી, જેના કારણે તેની છાતીમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જુઓ આ સમગ્ર ઘટનાનો વિડીયો
A man succumbed to injuries in Indore, he was dancing with a knife in his hand during holi celebrations stabbed himself, he was taken to a hospital where the doctors declared him dead @ndtv @ndtvindia pic.twitter.com/7tbGC9T9BB
— Anurag Dwary (@Anurag_Dwary) March 19, 2022
સારવાર દરમિયાન યુવકનું મોત
આ ઘટના બાદ તરત જ તેના મિત્રો તેને ઓરોબિંદો હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ ઘટના દરમિયાન પરિવારના સભ્યો વીડિયો બનાવી રહ્યા હતા જેમાં આ ઘટના સંપૂર્ણ રીતે કેદ થઈ ગઈ હતી.આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ વ્યક્તિએ નશામાં પોતાનો જીવ ગુમાવ્યો હોય. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં વ્યક્તિ નશામાં કંઈક એવું કરે છે, જેના કારણે તેનો જીવ ગુમાવવો પડે છે.
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા
18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં બે, ભરુચમાં બે, ભાવનગરમાં એક અને ખેડામાં 2 ડૂબ્યા છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ મિત્રોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો તણાયા હતા. બન્ને યુવાનના મૃતદેહોની શોધખોળ શરૂ કરાઈ છે.વાપીના બે અલગ અલગ વિસ્તારમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા છે. પાલીતાણા તાલુકાના મેઢા ગામ નજીક આવેલ કેનાલમાં બપોર બાદ એક યુવાન ડૂબી ગયો. કેનાલમાં ન્હાવા પડેલ યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવક ડૂબી ગયો હતો. સાંજના સમયે શોધખોળ બાદ કેનાલમાં ડૂબેલ યુવકનો મૃતદેહ મળી આવતા પાલીતાણા હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે.