શોધખોળ કરો
વિદેશી નાગરિકોને તેમના વતન પહોંચાડવા કેમ કરાઇ રહ્યો છે એર ઇન્ડિયાનો ઉપયોગઃ કોગ્રેસ
કોગ્રેસે સવાલ કર્યો હતો કે અહી ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે અન્ય દેશ પોતાના વિમાનોનો ઉપયોગ કેમ કરી રહ્યા નથી..
નવી દિલ્હીઃ એર ઇન્ડિયા ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને તેમના દેશ મોકલવામાં વ્યસ્ત છે જેને લઇને પ્રશંસા મળી રહી છે તો કોગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર આપણા પાયલટો અને ચાલક દળના સભ્યોને ખતરામાં નાખી રહી છે. કોગ્રેસે સવાલ કર્યો હતો કે અહી ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે અન્ય દેશ પોતાના વિમાનોનો ઉપયોગ કેમ કરી રહ્યા નથી.
કોગ્રેસ નેતા જયવીર શેરગીલે કહ્યું કે જર્મની, કેનેડા અને ફ્રાન્સ પોતાના નાગરિકોને અહીથી લઇ જવા માટે એર ઇન્ડિયાનું પ્લેન ઉપયોગ કરી રહ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે જર્મની લુફ્તાંસા, કેનેડા એર કેનેડા અને ફ્રાન્સ એર ફ્રાન્સનો ઉપયોગ કેમ કરી રહ્યા નથી.
શેરગિલે કહ્યુ કે, સરકાર આપણા પાયલટોને ખતરામાં નાખી રહી છે. એર ઇન્ડિયા પોતાના મિશન હેઠળ ચીનથી ભારતીય નાગરિકોને અહી લઇને આવી હતી. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે આ તમામ ઉડાણ ડીજીસીએ હેઠળ તમામ સુરક્ષાત્મક પ્રોટોકોલ સાથે સંચાલિત થઇ રહી છે. વિવિધ દૂતાવાસોના આગ્રહ પર એર ઇન્ડિયા ભારતમાં ફસાયેલા જર્મની, ફ્રાન્સ, આયરલેન્ડ અને કેનેડાના નાગરિકોને તેમના દેશમાં મોકલવવા માટે 18 ચાર્ટર પ્લેનનું સંચાલન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement