કોરોનાની ત્રીજી લહેર જેના કારણે આવશે એ ડેલ્ટા પ્લસ વેરીયન્ટ કેમ મનાય છે અત્યંત ખતરનાક ?
કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સ છે
Corona virus:કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સ છે
કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સ છે. કોરોના વાયરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાય છે. આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેટલો સંક્રામક અને જોખમી હશે. તે વિશે જાણવું જરૂરી છે. તો આ મુદ્દે એક્સ્પર્ટ શું કહી રહ્યાં છે જાણીએ..
કોરોના વાયરસ પર સ્ટડી કરી રહેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, થર્ડ વેવની મહારાષ્ટ્રમાં દસ્તક આગામી બેથી ત્રણ સપ્તાહમાં થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ રાજ્યમાં જ નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ જોવા મળ્યો છે અને અહીં આ વેરિયન્ટના અહીં સાત કેસ સામે આવ્યાં હતા. એક્સ્પર્ટની માનીએ તો ડબલ મ્યુટન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટમાં વધુ ફેરફાર થઇ રહ્યાં છે. આ વેરિયન્ટ માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશામાં પણ જોવા મળ્યો છે. જેને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કહેવાય છે. જો સાવધાની નહીં રખાઇ તો થર્ડવેવમાં એક્ટિવ કેસ આઠ લાખ સુધી પહોંચી શકે. થર્ડ વેવમાં 10 ટકા બાળકોના સંક્રમણની પણ શક્યતા જોવાઇ રહી છે.
વાયરસ કઇ રીતે સ્વરૂપ બદલે છે?
વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.
ડેલ્ટા પ્લસ વરિયન્ટ કેટલો ખતરનાક
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. જો કે હાલ એક્સ્પર્ટના મત મુજબ આ વાયરસથી એટલી ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારતમાં વેરિએન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી