Lambda Variant Explainer: દુનિયાના 30 દેશોમાં ફેલાયેલા નવા લૈમ્બ્ડા વેરિયન્ટથી ભારતને કેટલો ખતરો
કોરોનાના ડેલ્ટા વેરિન્ટ બાદ હવે લૈમ્બ્ડા વેરિન્ટે પણ ચિંતા વધારી છે. કેટલો ખતરનાક છે અને ભારતને તેનાથી કેટલો છે ખતરો, જાણીએ
Corona virus: કોરોના વાયરસ SARS-COV-2નો નવો વેરિયન્ટ મળ્યો છે. આ વેરિયન્ટ લૈમ્બ્ડા વેરિયન્ટના નામથી ઓળખાય છે. આ વાયરસ પહેલી વખત 14 જૂને સામે આવ્યો હતો. ત્યાર બાદ લૈમ્બ્ડા વેરિયન્ટના 30થી વધુ દેશમાં કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં લૈમ્બ્ડા વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. યુરોપના કેટલાક દેશોમાં આ વેરિન્ટ મળી રહ્યો છે.WHOએ કહ્યું કે, લૈમ્બ્ડા વેરિયન્ટ ખૂબ જ સંક્રમક છે. તેનાથી ઝડપથી સંક્રમણ ફેલાવવાનુ શક્યતા વધુ છે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે, આ વેરિયન્ટ વિશે મજબૂતીથી કોઇ તારણ આપવું હોય તો હજું તેના માટે ડેટા ઉપલબ્ધ નથી.
કેટલો ખતરનાક છે આ વેરિયન્ટ?
લેમ્બડા વેરિયન્ટને WHOએ અને અન્ય હેલ્થ એક્સપર્ટે વધુ સંક્રામક એટલે કે ઝડપથી ફેલાતો અને વધુ અસરદાર ગણાવ્યું છે. જો કે આ વેરિયન્ટને હજુ સતાવાર રીતે ખતરનાક જાહેર નથી કરાયો. આ વેરિયન્ટને હજુ નિયંત્રણ રેખાની અંદર માનવામાં આવી રહ્યો છે.કોરોનાના નવા વેરિયન્ટમાંથી આ વેરિયન્ટ સાતમો વેરિયન્ટ છે. આ વેરિયન્ટ મુદ્દે હેલ્થ એક્સપર્ટનો મત છે કે, તે ઝડપથી ફેલાવવાની સાથે શરીરને ઝડપથી નુકસાન પહોંચાડે છે.
ભારતને આ વેરિયન્ટથી કેટલો ખતરો છે
હાલ દુનિયાના 30 દેશોમાં ફેલાય ચૂકેલો આ વેરિયન્ટનો હજું એક પણ કેસ ભારતમાં નથી નોંધાયો. આટલું જ નહીં ભારતના પાડોસી દેશઓમાં પણ વેરિયન્ટના એક પણ કેસ નથી નોંધાયા. જો કે ભારત હજું સુધી કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વાયરસના કહેરથી સંપૂર્ણ મુક્ત નથી થયો.તો બીજી તરફ લેમ્બ્ડા વેરિયન્ટે દેશમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. જે ચિંતાજનક ચોક્કસ છે.
30થી વધુ દેશોમાં લૈમ્બ્ડા વેરિયન્ટ
યૂકેના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ગત4 સપ્તાહમાં 30થી વધુ દેશોમાં આ વેરિયન્ટના કેસ સામે આવ્યાં છે. લૈમ્બ્ડા સ્ટ્રેન સૌથી પહેલા પેરૂમાં મળી આવ્યો હતો. રિપોર્ટસ મુજબ એક્સપર્ટે કહ્યું કે, આ વાતના પણ કોઇ પુરાવા નથી કે વેક્સિનેટ લોકો પર તેની કેવી અસર થાય છે.