(Source: ECI/ABP News/ABP Majha)
કંગના રનોતની સંસદ સદસ્યતા રદ્દ કરવાની કેમ કરવામાં આવી માગણી, હાઇકોર્ટે જાહેર કરી નોટિસ
અરજી કરનાર રામ નેગીએ કંગના વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેમાં તેણે કોર્ટ પાસે કંગનાની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલથી બીજેપી સાંસદ કંગના રનૌતની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેના સંસદ સદસ્યતા વિરૂદ્ધ હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જે બાદ હાઈકોર્ટે તેના વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતના સભ્યપદ વિરુદ્ધ હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંગનાનું સંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટે કંગનાને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે કંગનાને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.
અરજી કરનાર
કંગનાએ 21 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવો પડશે
નેગીની દલીલ છે કે, જો તેમનું નોમિનેશન પેપર સ્વીકારવામાં આવ્યું હોત તો તેઓ જીતી ગયા હોત. અરજીમાં લાઈક રામ નેગીએ કોર્ટને અપીલ કરી છે કે, કંગનાની ચૂંટણી રદ કરવામાં આવે. તેણે મંડી સીટ પર ફરીથી ચૂંટણીની માંગ કરી છે, નેગીની આ અરજી પર જસ્ટિસ જ્યોત્સના રેવાલે કંગનાને નોટિસ પાઠવીને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે.
નેગીએ વધુમાં કહ્યું કે, નામાંકન દરમિયાન, તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમણે સરકારી આવાસ માટે જાહેર વીજળી, પાણી અને ટેલિફોન માટે નો ડયૂઝનું પ્રમાણપત્ર પણ આપવું પડશે. આ પ્રમાણપત્ર આપવા માટે તેમને બીજા દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા દિવસે જ્યારે તેમણે રિટર્નિંગ ઓફિસરને પેપર્સ સોંપ્યા ત્યારે તેમણે તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને નામાંકન નામંજૂર કર્યું હતું.
કંગના 74755 વોટથી જીતી હતી
કંગનાએ હિમાચલની મંડીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવ્યા હતા. બહુજન સમાજવાદી પાર્ટીના ડો.પ્રકાશ ચંદ્ર ભારદ્વાજ ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારદ્વાજને 4393 મત મળ્યા હતા.