શોધખોળ કરો

Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો

Elections 2024: ભારતીય જનતા પાર્ટીએ ભલે મહારાષ્ટ્રમાં શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હોય, પરંતુ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં તેને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

Elections 2024:  કર્ણાટકમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી જનતા દળ (સેક્યુલર)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીએ રાજ્યની સંદુર અને શિગગાંવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી લડી હતી અને પાર્ટીને બંને બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન કેન્દ્રીય પ્રધાન એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીએ રાજ્યની ચન્નાપટના બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને પણ કોંગ્રેસના ઉમેદવારના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે, જ્યાં એક તરફ ભાજપ ગઠબંધન સંપૂર્ણપણે નિરાશ થયું હતું, તો બીજી તરફ કોંગ્રેસે મોટી માનસિક જીત નોંધાવી હતી.

2-2 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો હારી ગયા
ચન્નાપટનાથી ચૂંટણી લડી રહેલા એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીને તેમના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર સીપી યોગેશ્વરે 25413 મતોના માર્જિનથી હરાવ્યા હતા. યોગેશ્વરને 112642 અને નિખિલને 87229 વોટ મળ્યા. સંદુર વિધાનસભા સીટની વાત કરીએ તો કોંગ્રેસના ઈ અન્નપૂર્ણાને 93616 વોટ મળ્યા અને બીજેપીના ઉમેદવાર હનુમંતુ બંગારુને 83967 વોટ મળ્યા. આ રીતે કોંગ્રેસના ઉમેદવારનો 9649 મતોથી વિજય થયો છે. જ્યારે શિગગાંવમાં કોંગ્રેસના યાસિર અહેમદ ખાન પઠાણે ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના પુત્ર ભરત બોમાઈને 13448 મતોના અંતરથી હરાવ્યા છે. આ રીતે કર્ણાટકમાં 2-2 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને હારનો સામનો કરવો પડ્યો છે.

ઝારખંડમાં પણ ભાજપની મોટી હાર
તમને જણાવી દઈએ કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. એક તરફ, જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનને 50થી વધુ બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે, જ્યારે બીજેપી ગઠબંધન 30થી ઓછી બેઠકો પર જતું જોવા મળી રહ્યું છે. જો કે, BJP+ નો જાદુ મહારાષ્ટ્રમાં પૂરજોશમાં કામ કરી રહ્યો છે અને આ ગઠબંધન 220 થી વધુ બેઠકો જીતી રહ્યું હોય તેવું લાગે છે. આશ્ચર્યજનક વાત એ છે કે 150થી ઓછી બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપ અહીં લગભગ 125 બેઠકો જીતતી જોવા મળી રહી છે. આ રીતે જોવામાં આવે તો એક તરફ ભાજપને ઝારખંડથી નિરાશા મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રે પણ ખુશ થવાનું કારણ આપ્યું છે.

આ પણ વાંચો...

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં શિંદે ચાલશે એવો દાવ કે પ્રચંડ જીત પછી પણ BJP જોતી રહી જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Embed widget