શોધખોળ કરો

નરેન્દ્ર મોદી સરકાર પાસે બંધારણની કલમ 370 દૂર કરવાની સત્તા છે?

મુશ્કેલી એ છે કે જમ્મૂ કાશ્મીરની બંધારણ સભાને 1957માં ભંગ કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં અચાનક વધેલ હલચલને કારણે લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શું થવા જઈ રહ્યું છે. સાથે જ લોકોના મનમાં બંધારણના આર્ટિકલ 370ને લઈને પણ સવાલ બન્યો છે. આખરે શું છે આર્ટિકલ 370 અને કેવી રીતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરર્જો આપે છે આજે તેના પર વાત કરીશું. શું છે આર્ટિકલ 35A? 35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપવામાં આવ્યાં છે. અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. અસ્થાયી નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સ્થાયી થઈ શકે છે અને ન તો ત્યાંની કોઈ જ સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી અને શિષ્યવૃતિ પણ મળતી નથી. તેઓ કોઈ જ રીતના સરકારી મદદ મેળવવાને પાત્ર પણ નથી હોતાં. શું છે આર્ટિકલ 370? ભારતમાં વિલય પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક સંબંધો સાથેની વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામમાં બંધારણની અંદર આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા- સુરક્ષા, વિદેશ મામલાઓ અને કોમ્યુનિકેશન્સ માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. સૌથી મોટી વાત એ છે કે, ભારતના કે કાશ્મીરના બંધારણમાં આર્ટિકલ ૩૫-એનો કોઈ ઉલ્લેખ નથી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે, તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરે. આર્ટિકલ ૩૫એને ૧૪ મે ૧૯૫૪માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર કુમારે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. આ ઉલ્લેખ મળે છે પણ લેખિતમાં ક્યાંય તેનો ઉલ્લેખ દેખાતો નથી. બંધારણસભામાં કે સંસદની કોઈ સમિતિમાં કે કામગીરી દરમિયાન આર્ટિકલ ૩૫ એને બંધારણનો ભાગ બનાવવાની માગ ઊઠી જ નથી. તત્કાલીન સરકારે તેને આર્ટિકલ ૩૭૦નો જ ભાગ ગણાવી હતી. આજદીન સુધી તેનો આ રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિકલ ૩૫એને બંધારણમાં સ્થાન મળ્યું નથી પણ કાશ્મીર સરકાર દ્વારા તેને લાગુ કરવા માટે આર્ટિકલ ૩૭૦નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે જ તેને બંધારણનો જ ભાગ ગણાવવામાં આવે છે. શું 370 હટાવી શકાય છે તેનો જવાબ પણ આર્ટિકલ 370માં આપવામાં આવ્યો છે. તેમાં ક્લોઝ ત્રણ કહે છે કે જો જમ્મૂ કાશ્મીરની બંધારણ સભા આર્ટિકલ 370 ખત્મ કરવા માગે છે તો તેને ખત્મ કરી શકાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે જમ્મૂ કાશ્મીરની બંધારણ સભાને 1957માં ભંગ કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે બંધારણ સભા જે પહેલા જ ભંગ થઈ ગઈ છે તો પછી હવે ત્યાર બાદ 370ના ક્લોઝ ત્રણનું કોઈ મહત્ત્વ છે ખરું. એવામાં શું આર્ટિકલ 370ને ખત્મ કરી શકાય છે કે નહીં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. હાલની ઘટનાથી તો એવું જ લાગે છે કે સરકાર કોઈ મહત્ત્વપૂર્ણ પગલા લઈ શકે છે.

ટોપ સ્ટોરી

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget