શોધખોળ કરો
Advertisement
લદ્દાખમાં ચીન સાથે વિવાદને લઈને CDS બિપિન રાવતનું મોટું નિવેદન, કહ્યું- LAC પર સ્થિતિ હજુ પણ....
સરહદ પર ઘર્ષણ અને ઉશ્કેરણી વગર સૈન્ય કારવાઈના મોટા ઘર્ષણમાં ફેરવાઈ જવાની શક્યતા નકારી ન શકાય.
નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું કે, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની પાસે સ્થિતિ સામાન્ય નથી. તેમણે કહ્યું કે, અમારું વલણ સ્પષ્ટ છે, અમે વાસ્તવિક નિયંત્રમ રાખામાં કોઈપણ ફેરફારને સ્વીકારીશું નહીં. જનરલ રાવતે કહ્યું કે, ચીનની પીએલએ લદ્દાખમાં પોતાના દુસ્સાહસને લઈને ભારતીય દળોની મજબૂત પ્રતિક્રિયાને કારણે અસમાન્ય પરિણામનો સામનો કરી રહ્યું છે.
તેમણે આગળ કહ્યું, સરહદ પર ઘર્ષણ અને ઉશ્કેરણી વગર સૈન્ય કારવાઈના મોટા ઘર્ષણમાં ફેરવાઈ જવાની શક્યતા નકારી ન શકાય. જ્યારે પાકિસ્તાન વિશે તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પાક સતત છમકલા અને ભારત વિરૂદ્ધ દુષ્ઠ નિવેદનબાજીને કારણે ભારત અને પાકિસ્તાન સંબંધ વધારે ખરાબ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદાખમાં હાલ હાડ થીજાવતી ઠંડીમાં ભારતના લગભગ 50 હજાર સૈનિકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પર્વતીય ઊંચાઈઓ પર તૈનાત છે. છ મહિનાથી ચાલી રહેલા આ તણાવને લઈને બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાતચીતનું અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ નથી આવ્યું.
અધિકારીઓના જણાવ્યા નુસાર ચીની સેનાના પણ લગભગ 50 હજાર સૈનિકો તૈનાત કરી રાખવામાં આવ્યા છે. ભારતનું કહેવું છે કે સૈનિકો હટાવવા અને તણાવ ઓછો કરવા માટેની જવાબદારી ચીનની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement