શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશનાં આ સાત રાજ્યોમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લદાશે ? મોદીની આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે વર્ચ્યુઅલ બેઠક
કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં આ સાત રાજ્યોમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લદાય એવી અટકળો ચાલી રહી છે પણ સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરાઈ નથી.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાના કેસો વધારે પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે એવાં સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરવાના છે. આ સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને પંજાબનો સમાવેસ થાય છે.
કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં આ સાત રાજ્યોમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લદાય એવી અટકળો ચાલી રહી છે પણ સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરાઈ નથી. સત્તાવાર રીતે આ સાત રાજ્યોમાં કોરોનાની ચેઈન તોડવા માટે સંપૂર્મ લોકડાઉ લદાશે એવી વાતોને સમર્થન પણ નથી મળતું.
જો કે આ સાત રાજ્યોમાં કોરોનાની સ્થિતી વધુ ને નધુ ગંભીર બની રહી છે એ હકીકત છે. આ સાત રાજ્યોમાં જ દેશના કુલ કોરોના કેસના 66 ટકા કેસો નોંધાયા છે. દેશમાં કોરોનાના કારણે થતાં મૃત્યુમાંથી 77 ટકા મોત પણ આ સાત રાજ્યોમાં જ થયાં છે તેથી મોદીએ આ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાનો નિર્ણય લીધો છે.
મોદી સરકાપ પહેલાં જ કહી ચૂકી છે કે, હવે દેશમાં ફરી લોકડાઉન નહી લદાય પણ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતે લોકડાઉ લાદવાનો નિર્ણય લઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion