Bundelkhand Expressway: ઉદ્ધાટન થયાના 5 જ દિવસમાં બુંદેલખંડ એક્સપ્રે-વેનો કેટલોક ભાગ વરસાદમાં ધોવાયો, જુઓ વીડિયો
ઉત્તરપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં બનેલો એક્સપ્રેસ-વે હાલ ચર્ચામાં છે કારણ કે, આ એક્સપ્રેસ-વેનો કેટલોક ભાગ લોકાર્પણ થયાના 5 જ દિવસમાં ધોવાઈ ગયો છે.
Bundelkhand Expressway: ઉત્તરપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં બનેલો એક્સપ્રેસ-વે હાલ ચર્ચામાં છે કારણ કે, આ એક્સપ્રેસ-વેનો કેટલોક ભાગ લોકાર્પણ થયાના 5 જ દિવસમાં ધોવાઈ ગયો છે. મહત્વનું છે કે, અરબો રુપિયાના ખર્ચે બુંદેલખંડ એક્સપ્રેસ-વે બનાવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન 16 જુલાઈના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જાલૌન જિલ્લાના કૈથેરી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
છિરિયા સલેમપુર નજીક આ રોડ ધોવાયોઃ
ગઈકાલે બુધવારે રાત્રે આવેલા ભારે વરસાદના કારણે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો (Bundelkhand Expressway) કેટલોક ભાગ ધોવાયો હતો અને જમીનમાં ધસી ગયો હતો. એક્સપ્રે-વેના કિલોમીટર ક્રમાંક 195 પાસે આવેલા છિરિયા સલેમપુર નજીક આ રોડ ધોવાયો છે. આ રોડમાં ખાડા પડી જતાં બે કાર અને એક બાઈકનો અકસ્માત પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ બુંદેલખંડ એક્સપ્રેસ-વે ચિત્રકૂટના ભરતકૂપથી શરુ થાય છે અને ઈટાવાના કુદરેલ સુધી જાય છે. ત્યારે આ એક્સપ્રેસ-વે શરુ થયાના 5 જ દિવસમાં તેની ગુણવત્તાનો પુરાવો સામે આવી ગયો છે.
સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કર્યો વીડિયોઃ
બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો રોડ વરસાદમાં ધોવાઈ જતાં ઉત્તરપ્રદેશના વિપક્ષ સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કર્યું હતું. સમાજવાદી પાર્ટીએ લખ્યું કે, વરસાદે અધુરા બુંદેલખંડ એક્સપ્રેસ-વેની પોલ ખોલી દીધી છે. અધૂરા બુંદેલખંડ એક્સપ્રેસ-વેને બુંદેલખંડીઓ માટે ભેટ ગણાવનાર ભાજપ સરકાર જનતાને ગુમરાહ કરી રહી છે. આ સાથે એક્સપ્રેસ-વેની મરામત કરી રહેલા બુલડોઝરનો વીડિયો પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, રોડ ધોવાયા બાદ તેનું રીપેરિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.
बारिश ने खोल दी अधूरे बुंदेलखंड एक्स्प्रेसवे की पोल।
— Samajwadi Party (@samajwadiparty) July 21, 2022
प्रधानमंत्री एवं मुख्यमंत्री द्वारा लोकार्पित बुंदेलखंड एक्सप्रेसवे का बारिश में निकला दम।
अधूरे एक्सप्रेसवे को बुंदेलखंडियो के लिए सौगात बताने वाली भाजपा सरकार कर रही जनता को गुमराह।
शर्म करो प्रचारजीवी सरकार। pic.twitter.com/9SymyjdXye