Junagadh News : જૂનાગઢના જટાશંકરમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યૂ
જૂનાગઢનું જટાશંકરમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યૂ. રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા જટાશંકર. જો કે આ દરમિયાન ગિરનાર પર્વતના ઉપરવાસમાં ભારે વરસાદથી પર્વત પરથી પાણીનો તેજ પ્રવાહ વહ્યો. ગણતરીની મિનીટોમાં તો જંગલ વિસ્તારમાં ચારે કોર પાણી પાણી થતા પ્રવાસીઓ ફસાયા. ઘટનાની જાણ થતા વન વિભાગના સ્ટાફે રેસ્ક્યૂની કામગીરી કરી અને તમામનું સલામત રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા
જૂનાગઢના જટાશંકર ખાતે ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જટાશંકર પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન ગિરનાર પર્વતના ઉપરવાસમાં ભારે વરસાદથી પર્વત પરથી પાણીનો તેજ પ્રવાહ વહ્યો હતો. ગણતરીની મિનિટોમાં તો જંગલ વિસ્તારમાં ચારે કોર પાણી પાણી થતા પ્રવાસીઓ ફસાયા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગના સ્ટાફે રેસ્ક્યૂની કામગીરી કરી અને તમામનું સલામત રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા.



















