રસ્તા વચ્ચે ડાન્સ કરી રહી હતી યુવતી, પાછળથી ઓટોવાળાએ આવીને શું કર્યું, જુઓ VIDEO
આ વીડિયોમાં આ કન્ટેન્ટ ક્રિએટર્સ ભીડવાળી જગ્યાએ પણ આરામથી તેમના ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળે છે.
Trending Funny Dance Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આવા કેટલાક ડાન્સ વીડિયો ઓનલાઈન પણ જોવા મળે છે જે ખૂબ જ ફની પણ હોય છે. આવ જ એક વીડિયોમાં એક યુવતી સુષ્મિતા સેનના દિલબર ગીત પર રસ્તા પર ડાન્સ કરતી જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે એક ઓટો ડ્રાઈવર પણ પાછળથી તેના ડાન્સમાં સાથે જોડાય છે.
अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs
— 24 (@Chilled_Yogi) October 6, 2022
આજકાલ લોકોને ઈન્સ્ટાગ્રામ રીલ કરવા માટે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા એ બહુ સામાન્ય થઈ ગયું છે. આ વીડિયોમાં આ કન્ટેન્ટ ક્રિએટર્સ ભીડવાળી જગ્યાએ પણ આરામથી તેમના ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળે છે. જો કે, આ વીડિયો વાયરલ થવાનું કારણ આ છોકરીનો ડાન્સ નથી, પરંતુ એક ઓટો ડ્રાઈવર છે જે પાછળથી આ છોકરી સાથે જોડાય છે અને વીડિયોમાં તેની સાથે ડાન્સ કરતો જોવા મળે છે.
રમુજી વિડિઓ પર રમુજી કોમેન્ટ
ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક છોકરી ભીડવાળા બજારની વચ્ચે ડાન્સ કરતી જોવા મળે છે, પરંતુ યુઝરનું ધ્યાન તરત જ તે વ્યક્તિએ ખેંચ્યું જે છોકરીના ડાન્સ મૂવ્સને વિચિત્ર પણ ફની રીતે નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો વાયરલ થયા બાદ ફની કોમેન્ટ્સનું પૂર આવ્યું છે.
એક યુઝરે લખ્યું, 'હા હા, જો હું ખરેખર ત્યાં હોત તો હસતા હસતા મરી ગયો હોત..' બીજા યુઝરે લખ્યું, 'હા હા.. કોણ છે આ લોકો? આ સાબિત કરે છે કે મુંબઈમાં લોકો પાસે ખરેખર સમય નથી." આ ફની વીડિયો અત્યાર સુધીમાં 252 Kથી વધુ વખત જોવામાં આવ્યો છે.