શોધખોળ કરો

ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા

જેમાં મહિલાએ તેના પતિને ડિવોર્સ આપ્યા વિના બીજી વખત લગ્ન કર્યા હતા અને હવે નવા કપલને આઈપીસીની કલમ 494 હેઠળ બીજા લગ્ન માટે સજા ભોગવવી પડ

આ ઘટના તમિલનાડુના એક કપલની છે, જેમાં મહિલાએ તેના પતિને ડિવોર્સ આપ્યા વિના બીજી વખત લગ્ન કર્યા હતા અને હવે નવા કપલને આઈપીસીની કલમ 494 હેઠળ બીજા લગ્ન માટે સજા ભોગવવી પડશે. આ કેસમાં ભરણપોષણ મેળવતી પત્નીને જેલની સજા ભોગવવી પડી છે. બીજા લગ્ન કરવાના કારણે મહિલાનું ભરણપોષણ પણ ગયું અને તેને જેલની સજા પણ થઇ હતી.

સુપ્રીમ કોર્ટે બીજા લગ્નને ગંભીર અપરાધ તરીકે ધ્યાનમાં લેતા નવા દંપત્તિને છ મહિનાની સાદી કેદ અને દરેકને 2,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા અપાયેલી કેદની સજાને ખૂબ ઓછી માની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે IPCની કલમ 494 (બીજા લગ્ન)નો ગુનો ગંભીર ગુનો છે. તેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં આરોપીને કોર્ટની સુનાવણી સુધી જેલની સજા આપવી એ ખૂબ જ હળવી સજા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુનાની સરખામણીમાં અને સમાજ પર ગુનાની અસરને ધ્યાનમાં રાખીને સજા આપવી જોઈએ.

પતિ-પત્નીને એક પછી એક જેલવાસ ભોગવવાનો આદેશ

જોકે, નવા કલપ્સના બાળકની ઉંમર માત્ર છ વર્ષ હોવાનું ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીને એક પછી એક જેલવાસ ભોગવવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ, પહેલા પતિ આત્મસમર્પણ કરશે અને તેની સજા પૂર્ણ થયા પછી પત્નીને સજાનો સામનો કરવો પડશે. જસ્ટિસ સીટી રવિકુમાર અને સંજય કુમારની બેન્ચે મહિલાના પહેલા પતિની અરજી પર આ આદેશ આપ્યો છે.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

આ કેસમાં પહેલા પતિ બાબા નટરાજન પ્રસાદે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે નવા દંપતિને બીજા લગ્ન માટે દોષિત ઠેરવ્યા હતા, પરંતુ નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી એક વર્ષની જેલની સજાને ઘટાડીને કોર્ટમાં સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધીની કરી હતી. જોકે, હાઈકોર્ટે દંડની રકમ 2000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરી હતી.

પ્રથમ લગ્નમાં હોવા છતાં મહિલાએ કર્યા સ્ત્રી બીજા લગ્ન

સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે પુરાવાઓ જોતા સ્પષ્ટ થાય છે કે મહિલા પોતાના પહેલા લગ્નમાં હોવા છતાં બીજા લગ્ન કર્યા અને એક બાળકને જન્મ પણ આપ્યો. સંજોગોને જોતા એમ કહી શકાય કે હાઈકોર્ટે બિનજરૂરી ઉદારતા દાખવી છે. જો કે, બેન્ચે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટના નિર્ણય સમયે બાળકની ઉંમર બે વર્ષથી ઓછી હતી. આઈપીસીની કલમ 494માં લઘુત્તમ સજાની કોઈ જોગવાઈ નથી અને મહત્તમ સજા સાત વર્ષની જેલની છે. નીચલી અદાલતે દરેકને એક વર્ષની સજા ફટકારી હતી.

મહિલાનું બાળક માત્ર છ વર્ષનું છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે બાળક છ વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તે બંનેને છ મહિનાની કેદ અને બે-બે હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી રહી છે. કેસ મુજબ, પ્રથમ પતિની છૂટાછેડાની અરજી કોઈમ્બતુરની ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ હતી અને કોર્ટના આદેશ પર મહિલાને દર મહિને 5,000 રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું પણ મળી રહ્યું હતું. પરંતુ છૂટાછેડા પહેલાં મહિલાએ ફરીથી લગ્ન કર્યા. પ્રથમ પતિએ લગ્ન સમાપ્ત કર્યા વિના ફરીથી લગ્ન કરવાની સામે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સાસુ, સસરા અને બીજા પતિને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

પત્નીએ 13 જુલાઈ 2017 સુધી ભરણપોષણ ભથ્થું લીધું હતું

પુરાવામાં જાણવા મળ્યું છે કે પત્નીએ 13 જુલાઈ 2017 સુધી ભરણપોષણ ભથ્થું લીધું હતું. નવેમ્બર 2017માં તેના નવા લગ્નથી તેને એક બાળક થયો હતો. આ પછી 22 જાન્યુઆરી 2019ના રોજ પત્નીએ પહેલા પતિથી છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. ટ્રાયલ કોર્ટે નવા દંપતીને દોષિત માનીને સજા ફટકારી હતી અને સાસરિયાઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. બંને પક્ષોએ તેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે દંપત્તિની અપીલ સ્વીકારી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ આદેશ સામે પહેલા પતિએ મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે નવા દંપત્તિને બીજા લગ્ન માટે દોષિત ઠેરવ્યા હતા અને બંનેને કોર્ટની સુનાવણી પૂર્ણ ના થાય ત્યાં સુધીની કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટના આ આદેશ સામે પ્રથમ પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget