શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીઃ MMS બનાવી જાતીય શોષણ કરતો હતો રિટાયર્ડ DSP, યુવતીએ કરી દીધી હત્યા
નવી દિલ્હીઃ દિલ્લીના મયૂર વિહાર વિસ્તારમાં રહેતા 70 વર્ષના વિજય કુમારની હત્યા પાછળનો ખુલાસો થઇ ગયો હતો. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે આ હત્યા મામલે તેમણે પાલમ વિસ્તારમાં રહેતી એક યુવતીની ધરપકડ કરી હતી.
રિપોર્ટ પ્રમાણે, CCTV ફૂટેજના આધારે પોલીસે આ યુવતીની ઓળખ કરી હતી. હત્યા પાછળનું કારણ બ્લેકમેઇલિંગ ગણાવવામાં આવી રહ્યું છે. વિજય કુમાર રિટાયર્ડ ડીએસપી હતો. તપાસમાં જાણવા મળ્યુ હતું કે વિજય કુમાર જ્યારે ઘરમાં એકલો હતો ત્યારે આરોપી યુવતીએ ઘરમાં એન્ટ્રી કરી હતી. પાલમની રહેવાસી યુવતી 2 વર્ષથી મૃતકના સંપર્કમાં હતી. મૃતક વિજય સાથે તેનો સંપર્ક નોકરી અપાવવાના બહાને થયો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, વિજયે યુવતીનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ વિજયે અનેકવાર યુવતીને પોતાના ઘરે બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વિજયની ધમકીથી પરેશાન યુવતીએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion