IMDએ યલો એલર્ટ આપ્યું, આ રાજ્યોમાં 13થી 15 મેની વચ્ચે વરસાદ તૂટી પડશે, ચક્રવાતની પણ સંભાવના
હવામાન વિભાગે આગામી 48 કલાક માટે મુંબઈમાં આંશિત રીતે વાદળ છવાયેલું વાતાવરણ રેહવાની અને તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની વાત કહી છે.
![IMDએ યલો એલર્ટ આપ્યું, આ રાજ્યોમાં 13થી 15 મેની વચ્ચે વરસાદ તૂટી પડશે, ચક્રવાતની પણ સંભાવના Yellow alert of imd issued possibility of heavy rain and cyclone in these states between 13 to 15 may IMDએ યલો એલર્ટ આપ્યું, આ રાજ્યોમાં 13થી 15 મેની વચ્ચે વરસાદ તૂટી પડશે, ચક્રવાતની પણ સંભાવના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/12/b9cf0174d766e3841bd219e1b9ac7595_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય હવામાન વિભાગે દેશમના પશ્ચિમી વિસ્તારમાં રવિવારે ચક્રવાત તોફાનની શક્યતા દર્શાવી છે. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર સાઈક્લોનની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કહેવાય છે કે, એક વખક ચક્રવાત બની ગયા બાદ તેનું નામ ‘તૌકતે’ રાખવામાં આવશે જેનો મતલબ વધારે અવાજ કરનારી ગરોળી છે.
ગોવા, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આપેલ જાણકારી અનુસાર શુક્રવાર સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગર ઉપર ઓછા દબાણવાળું વાતાવરણ બની શકે છે. કહેવાય છે કે, તે દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપ વિસ્તારમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવા અને ઝડપી હોવાની પૂરી સંભાવના છે. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રત્નાગિરિ, સિંધુદુર્ગ, અહમદનગર, કોલ્હાપુરમાં યેલો એલર્ટ
હવામાન વિભાગે માછીમારો સહિત મહારાષ્ટ્રના કિનારા પર 15 મેથી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે રત્નાગિરિ, સિંધુદુર્ગ, અહમદનગર, પુણે, સાતારા, સાંગલી, સોલાપુર, બીડ, નાંદેડ, લાતૂર અને ઉસ્માનાબાદમાં 14 અને 15 મેના રોજ વિજળી, ધૂળની ડમરીઓની સાથે ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મુંબઈમાં આગામી 48 કલાક રહેશે વાદળો- હવામાન વિભાગ
જણાવીએ કે, હવામાન વિભાગે આગામી 48 કલાક માટે મુંબઈમાં આંશિત રીતે વાદળ છવાયેલું વાતાવરણ રેહવાની અને તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની વાત કહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)