શોધખોળ કરો
Advertisement
YES બેન્ક કૌભાંડઃ CBIએ રાણા કપૂરની પત્ની અને દીકરીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
સીબીઆઇએ રાણાની પત્ની બિંદુ, ત્રણ દીકરીઓ રોશની, રાખી અને રાધા અને એક અજાણ્યા વ્યક્તિ સહિત સાત લોકો અને છ કંપનીઓ વિરુદ્ધ મામલા દાખલ કર્યો છે
નવી દિલ્હીઃ સીબીઆઇએ સોમવારે યસ બેન્કના કૌભાંડમાં ડીએચએફએલ દ્ધારા બેન્કના કો-ફાઉન્ડર રાણા કપૂરના પરિવારને કથિત રીતે 600 કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ રાણાની પત્ની બિંદુ, ત્રણ દીકરીઓ રોશની, રાખી અને રાધા અને એક અજાણ્યા વ્યક્તિ સહિત સાત લોકો અને છ કંપનીઓ વિરુદ્ધ મામલા દાખલ કર્યો છે. સીબીઆઇ અધિકારીઓએ મુંબઇમાં આરોપીઓના નિવાસસ્થાન અને સતાવાર પરિસરોમાં શોધ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે, એજન્સીનો આરોપ છે કે કપૂરે ડીએચએફએલના પ્રવર્તક કપિલ વાધવનની સાથે ગુનાહિત ષડયંત્ર કરી યસ બેન્કના માધ્યમથી ડીએચએફએફને આર્થિક સહાયતા અપાવી હતી. જેના બદલામાં રાણાના પરિવારના સભ્યોને લાભ મળ્યો હતો. સીબીઆઇની એફઆઇઆર અનુસાર, કૌભાંડ એપ્રિલ અને જૂન 2018 વચ્ચે થયું હતું. જ્યારે યસ બેન્કે ડીએચએફએલમાં 3700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
સીબીઆઇએ કહ્યું કે, તેના બદલામાં વાધવને કથિત રીતે કપૂર અને તેના પરિવારના સભ્યોને 600 કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો હતો. આ લાભ ડીઓઆઇટી અર્બન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને લોનના રૂપમાં આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion