શોધખોળ કરો
અલી-બજરંગીવાળા વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીનો ECને જવાબ , જાણો શું કહ્યું?
ચૂંટણીપંચની નોટીસ બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના વિવાદિત નિવેદન અંગે જવાબ આપ્યો છે. યોગીએ કહ્યું કે ભવિષ્યમાં આ પ્રકારનું નિવેદન નહીં આપે.

નવી દિલ્હી: અલી બજરંગબલી વાળા વિવાદિત નિવેદન પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણીપંચને જવાબ આપ્યો છે. ચૂંટણીપંચે યોગી આદિત્યનાથને તેમના વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ નોટીસ ફટકારી હતી અને આ મામલે 24 કલાકમાં જવાબ માંગ્યો હતો. યોગીએ ચૂંટણી આયોગને જવાબમાં જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું નિવેદન નહીં આપે. આ પ્રકારના નિવેદન આપવા પર સંયમ રાખશે. યોગી આદિત્યનાથે ચૂંટણી આયોગને જવાબમાં કહ્યું કે, અલી-બજરંગબલીવાળા નિવેદન પર તેમની મંશા ખોટી નહતી. યોગીએ કહ્યું કે ચૂંટણીપંચની નોટિસ અને આપત્તિ બાદ તેઓ આયોગને વિશ્વાસ અપાવે છે કે તે ભવિષ્યમાં આ પ્રકારના નિવેદન આપતા પહેલા ધ્યાન રાખશે. હવે ચૂંટણી આયોગ નક્કી કરશે કે તે યોગીના આ જવાબથી સંતુષ્ટ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, મેરઠમાં 10 એપ્રિલે જનસભાને સંબોધન કરતી વખતે યોગીએ કહ્યું હતું કે “કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટીને ‘અલી’માં વિશ્વાસ છે તો અમારો ‘બજરંગબલી’માં વિશ્વાસ છે. ” મેનકા ગાંધીએ મુસલમાનોને આપી ધમકી, કહ્યું, - મત નહી આપો અને કામ માટે આવશો તો એજ થશે....સમજી રહ્યા છો તમે! મમતા બેનર્જીનો દાવો- ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં 100 બેઠકો જીતવી પણ મુશ્કેલ ભાજપને હાઈકોર્ટનો મોટો ઝટકો, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું સભ્ય પદ કર્યું રદ્દ, જુઓ વીડિયો
વધુ વાંચો





















