Yogi Adityanath Shapath Grahan Live: સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ યોગીએ ઈતિહાસ સર્જ્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત ચૂંટણી જીતીને ઈતિહાસ રચનાર યોગી આદિત્યનાથનો આજે શપથ ગ્રહણ સમારોહ લખનઉના ઈકના સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે.
LIVE
Background
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત ચૂંટણી જીતીને ઈતિહાસ રચનાર યોગી આદિત્યનાથનો આજે શપથ ગ્રહણ સમારોહ લખનઉના ઈકના સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશષ ઉપસ્થિત રહેશે સાથે જ કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. યોગી આદિત્યના શપથ ગ્રહણ સમારોહને જોવા માટે મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના લોકો પણ ઉપસ્થિત રહ્યા છે. આજે યોગી સરકારમાં 52 મંત્રીઓ શપથ લેશે. જેમાં બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ સિવાય 18 કેબિનેટ મંત્રીઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે.
સંજય નિષાદે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
સંજય નિષાદે યોગી સરકારની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ભાજપની સહયોગી પાર્ટી નિષાદ પાર્ટીના અધ્ય છે સંજય નિષાદ.
આશિષ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
આશિષ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આશિષ પટેલ અપના દલના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે.
યોગેન્દ્ર ઉપાધ્યાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
યોગેન્દ્ર ઉપાધ્યાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ સતત ત્રીજી વાર ધારાસભ્યની ચૂંટણી જીત્યા છે.
અરવિંદ શર્માએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
અરવિંદ શર્માએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અરવિંદ શર્મા ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી હતા. તેઓ રાજીનામું આપીને રાજનીતિમાં જોડાયા હતા.
રાકેશ સચાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
રાકેશ સચાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. રાકેશ સચાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.