શોધખોળ કરો

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત

પયગંબર મોહમ્મદ પર યતિ નરસિંહાનંદની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવા કેસોમાં કડકાઈથી નિપટવાના નિર્દેશો આપ્યા છે.

UP News: ઉત્તર પ્રદેશમાં તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં સીએમએ જરૂરી માર્ગદર્શન આપ્યું. સીએમએ કહ્યું કે કોઈપણ જાતિ, મત, સંપ્રદાય કે ધર્મના ઇષ્ટદેવી દેવતા, મહાપુરુષો અથવા સાધુ સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. જોકે સીએમએ એ પણ કહ્યું કે વિરોધના નામે અરાજકતા પણ સહન કરવામાં આવશે નહીં. તમામ મત, ધર્મ, સંપ્રદાયના લોકોએ એકબીજાનું સન્માન કરવું પડશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે મહાપુરુષો પ્રત્યે દરેક નાગરિકના મનમાં કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ, પરંતુ તેના માટે ફરજ પાડી શકાય નહીં. જબરદસ્તીથી કોઈના પર થોપી શકાય નહીં. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આસ્થા સાથે ચેડાં કરશે, તો તેને કાયદાના દાયરામાં લાવીને કડક સજા અપાવવામાં આવશે.

સીએમએ કહ્યું કે વિરોધના નામે અરાજકતા સ્વીકાર્ય નથી. જો કોઈએ હિંમત કરી તો કિંમત ચૂકવવી પડશે. કાયદાની વિરુદ્ધ કાર્ય કરનારાઓ સાથે કડકાઈથી નિપટો.

PRV 112ની પેટ્રોલિંગ વધારો - સીએમ

તેમણે કહ્યું કે મહિલાઓ દીકરીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થાય અને તમામ વિભાગો સાથે મળીને કામ કરે. સીએમએ પોલીસને નિર્દેશ આપ્યા કે ભીડભાડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને PRV 112ની પેટ્રોલિંગ વધારો.

મુખ્યમંત્રીએ પોલીસ પ્રશાસનને નિર્દેશ આપ્યા કે શારદીય નવરાત્રિ, વિજયાદશમીનો તહેવાર પૂરા ઉત્સાહ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય. આ દરેક જિલ્લા દરેક પોલીસ સ્ટેશને સુનિશ્ચિત કરવું પડશે. માહોલ બગાડનારાઓને ઓળખીને કડક કાર્યવાહી કરો. કાયદાની વિરુદ્ધ કાર્ય કરનારાઓ સાથે કડકાઈથી નિપટો. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભીડભાડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને PRV 112ની પેટ્રોલિંગ વધારવામાં આવે. તેમણે કહ્યું કે મહિલાઓ દીકરીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થવી જોઈએ, આ માટે તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

CM યોગી આદિત્યનાથે કથિત રીતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ કડક ચેતવણી આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોઈ પણ ઘટના કે નિવેદનનો ઉલ્લેખ કર્યા વિના સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કર્યું છે.

તેમણે લખ્યું છે કે કોઈપણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય સાથે જોડાયેલા દેવી-દેવતાઓ, મહાપુરુષો અને સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે, પરંતુ વિરોધના નામે અરાજકતા પણ સહન કરવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ વિશ્વાસ સાથે રમત કરશે તો તેને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને સખત સજા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
Embed widget