શોધખોળ કરો
Advertisement
યુવાનોએ રોજગારી માટે પાનના ગલ્લા ખોલી દેવા જોઇએ, ભાજપ શાસિત ત્રિપુરાના CMનો બફાટ
અગરતલાઃ માર્ચમાં ત્રિપુરાની સત્તા સંભાળ્યા બાદથી મુખ્યમંત્રી વિપ્લવ દેબ જનહિતમાં કામ કરવા કરતાં વધારે પોતાના ઉલટસુલટ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે દેબે રોજગારને લઇને યુવાનોને સલાહ આપતા કહ્યું છે કે, તેઓ સરકારી નોકરીઓ માટે નેતાઓની પાછળ ના ભાગે, પણ તેની જગ્યાએ પાનના ગલ્લા ખોલે.
દેવે કહ્યું કે, 'યુવાનો કેટલાક વર્ષોથી રાજકાકીય પાર્ટીના પાછળ નોકરી માટે ભાગી રહ્યાં છે. તેઓ પોતાના જીવનો ખાસ સમય અહીં-ત્યાં દોડીને સરકારી નોકરીની શોધમાં બરબાદ કરી રહ્યાં છે. પણ જો આ જ યુવાનો સરકારી નોકરી શોધવાને બદલે પાનના ગલ્લા ખોલી દે તો તેમના બેન્ક ખાતામાં અત્યાર સુધી પાંચ લાખ રૂપિયા હોત.'' ત્રિપુરાના મુખ્યમંત્રીએ મોદી સરકારીની મુદ્રા યોજનાની પ્રસંશા કરતાં આ વાત કહી હતી. આ યોજના નાના વેપારીઓ માટે લોન પ્રૉવાઇડ કરાવે છે.
નોંધનીય છે કે, અગાઉ રોજગારીને લઇને અનેકવાર રાજકીય ચર્ચાઓ જાહેરમાં આવી ચૂકી છે. પહેલા યુવાનોને ભજીયા તરવા વિશે ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું, તેમને પણ કહ્યું હતું કે, લોકો ભજીયા તરીને રોજના 200 રૂપિયા કમાઇ રહ્યાં છે. યુવાનોએ પણ આવુ કામ કરવું જોઇએ.
વિપ્લવ દેબે અગાઉ પણ પોતાના નિવેદનને લઇને મીડિયામાં છવાયા હતા. તેમને કહ્યું હતું કે, મહાભારત કાળમાં પણ ઇન્ટરનેટ હતું, ભારતની આ લાખો વર્ષો પહેલાની શોધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion