Indian Railway: હવે ગાઢ ધુમ્મસમાં પણ લેટ નહીં થાય તમારી ટ્રેન, રેલવેએ બનાવ્યું આ ખાસ ઉપકરણ
પશ્ચિમ મધ્યસ્થ રેલ્વેના સીપીઆરઓ રાહુલ શ્રીવાસ્તવએ જણાવ્યા મુજબ, ભોપાલ અને જબલપુર રેલ્વે વિભાગમાં ધુમ્મસ સુરક્ષા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ધુમ્મસના કારણેન ટ્રેનોની ઝડપમાં અસર ન થાય.
MP: પશ્ચિમ મધ્યસ્થ રેલ્વેના સીપીઆરઓ રાહુલ શ્રીવાસ્તવએ જણાવ્યા મુજબ, ભોપાલ અને જબલપુર રેલ્વે વિભાગમાં ધુમ્મસ સુરક્ષા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ધુમ્મસના કારણેન ટ્રેનોની ઝડપમાં અસર ન થાય.
MP News: નવા ધુમ્મસ સલામતી ઉપકરણ દ્વારા શિયાળામાં જો ગાઢ ધુમ્મસ હોય તો પણ ટ્રેનોની સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી નહીં હોય. આ એક એવું ઉપકરણ છે જે જીપીએસ ટેક્નોલોજી પર કામ કરે છે. આ ઉપકરણની મદદથી ટ્રેનો તેની મહત્તમ ગતિ સતત જાળવી શકશે. પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર (WCR)માં આવા 1032 ઉપકરણો લગાવવામાં આવ્યા છે.
લાંબા અંતરની ટ્રેનોના મુસાફરોને શિયાળામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ધુમ્મસની સીધી અસર ટ્રેનોની ઝડપ પર પડે છે. માટે જ ટ્રેન ઘણા કલાકો સુધી મોડી પડે છે. મુસાફરોને તેમના નિર્ધારિત સ્ટેશન પર પહોંચતા પહેલા જ ઘણી હાલાકી ભોગવવી પડે છે. તેના લીધે ઘણીં વખત તેમને અનેક જગ્યાએ આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે.
ધુમ્મસ સુરક્ષા ઉપકરણનો ઉપયોગ કર્યો
વધતી ઠંડી અને ધુમ્મસ, ટ્રેનોની ઝડપને અસર ન કરે તે માટે રેલવેએ પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી છે.પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ રાહુલ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, જબલપુર, ભોપાલ અને જબલપુર રેલવે ડિવિઝનમાં ધુમ્મસ સુરક્ષા ઉપકરણો લગાવવામાં આવ્યા છે. ધુમ્મસના કારણે ટ્રેનોની સ્પીડ પર અસર ન થાય તે માટે ફોગ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધુમ્મસ ખૂબ જ ભારે હોય તો પણ ટ્રેનોની સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ન હોવી જોઈએ. જબલપુર ડિવિઝન હેઠળ 338 ફોગ ડિવાઈસ બનાવવામાં આવ્યા છે. લોકો પાયલોટને વિતરણ કરવામાં આવ્યું. લોકો પાયલોટ પણ તેમની સુવિધા મુજબ તેનો ઉપયોગ કરી શકશે.
GPS ટેકનોલોજી પર કરે છે કામ
કહેવાય છે કે આ એક એવું ઉપકરણ છે, જે જીપીએસ ટેક્નોલોજી પર કામ કરે છે. આ ઉપકરણની મદદથી, ટ્રેનોની મહત્તમ ઝડપને સતત જાળવી શકાય છે. જીપીએસ ટેક્નોલોજીથી રેલવે ટ્રેક મેપ, સિગ્નલ, સ્ટેશન અને રેલવે ક્રોસિંગ વિશે માહિતી મેળવી શકાય છે. આ સિસ્ટમ દ્વારા જયારે ટ્રેન ચાલતી હોઈ છે તે સમયે, ટ્રેનના લોકો પાયલટને લેવલ ક્રોસિંગ અને સિગ્નલ વિશે માહિતગાર રાખે છે. ટ્રેન દોડતી વખતે, જ્યારે ડ્રાઇવરને FSD પાસેથી ખબર પડે છે કે ટ્રેક પર કોઈ સમસ્યા નથી, ત્યારે લોકો પાયલટ સુચના મુજબ ટ્રેનને નિયંત્રિત કરી શકે છે.