![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IndiGo Flight Bomb Threat: ઇન્ડિગો ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી, દિલ્લીથી વારાણસી જતું હતું પ્લેન
IndiGo Flight Bomb Threat: દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી છે.
![IndiGo Flight Bomb Threat: ઇન્ડિગો ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી, દિલ્લીથી વારાણસી જતું હતું પ્લેન Indigo flight was threatened with bombs, the plane was going from Delhi to Varanasi IndiGo Flight Bomb Threat: ઇન્ડિગો ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી, દિલ્લીથી વારાણસી જતું હતું પ્લેન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/42446f8b5707c482d1c8286bac3fc051171686143628181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IndiGo Flight Bomb Threat:દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી છે. આ પછી તરત જ પ્લેનને રનવે પર રોકી દેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને તરત જ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
વિમાન દિલ્હીના T2 ટર્મિનલથી સવારે 5:04 વાગ્યે બનારસ માટે ટેકઓફ કરવાનું હતું, પરંતુ બોમ્બની માહિતી મળતાં મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. આ સિવાય સીઆઈએસએફની 5 ટીમો પણ સ્થળ પર હાજર છે. શોધ ચાલુ છે.
A bomb threat was reported on an IndiGo flight from Delhi to Varanasi. The aircraft has been moved to an isolation bay for investigation. Aviation security and a bomb disposal team are currently on site: Airport Official told ANI pic.twitter.com/gzdQUaI54c
— ANI (@ANI) May 28, 2024
ટિશ્યુ પેપરમાં બોમ્બ લખવામાં આવ્યો હતો
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, ઈન્ડિગો ફ્લાઈટમાં ટિશ્યુ પેપર પર લખેલું બોમ્બ મળી આવ્યું છે. આ પછી જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આવું કંઈ જ નથી.
The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.
— ANI (@ANI) May 28, 2024
ઈન્ડિગો ફ્લાઈટમાંથી લોકો કેવી રીતે બહાર આવ્યા?
ઈન્ડિગોની ફ્લાઈટમાંથી બહાર નીકળતા મુસાફરોના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકો ઈમરજન્સી ગેટમાંથી બહાર નીકળી રહ્યા છે. તે જોઈ શકાય છે કે વિમાનમાંથી મુસાફરોને ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઉતાવળમાં કેટલાક લોકો બારીમાંથી બહાર આવતા પણ જોવા મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)