ISKCON Controversy: ઇસ્કોને મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિ નોટિસ ફટકારી, BJP સાંસદે લગાવ્યો હતો આ ગંભીર આરોપ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીએ કહ્યું કે, ઇસ્કોન ગૌશાળા ચલાવે છે અને સરકાર તેમને દરેક રીતે મદદ કરે છે, જેમાં જમીનનો પણ સમાવેશ થાય છે. આમ છતાં જે ગાયો દૂધ નથી આપતી તેને કસાઈઓને સોંપી દેવામાં આવે છે.
Maneka Gandhi ISKCON Controversy : બીજેપી સાંસદ મેનકા ગાંધીએ ઈસ્કોનની ગૌશાળામાંથી કસાઈઓને ગાયો વેચવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે આ મામલે સંગઠન દ્વારા વળતી કાર્યવાહી કરવામાં આવી છે. ઈસ્કોને મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. ઇસ્કોન વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, અમારા ભક્તો, સમર્થકો અને શુભેચ્છકોનો વિશ્વવ્યાપી સમુદાય આ અપમાનજનક, નિંદનીય અને દૂષિત આરોપોથી ખૂબ જ દુઃખી છે. અમે ઇસ્કોન વિરુદ્ધ ભ્રામક પ્રચાર સામે ન્યાય મેળવવામાં કોઈ કસર નહિ છોડીએ.
#WATCH | West Bengal | On BJP MP Maneka Gandhi's remark, Vice-President of ISKCON Kolkata, Radharamn Das says, "The comments of Maneka Gandhi were very unfortunate. Our devotees across the world are very hurt. We are taking legal action of defamation of Rs 100 Crores against her.… pic.twitter.com/wLkdrLLsVd
— ANI (@ANI) September 29, 2023
આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે કહી રહી છે કે ઈસ્કોન સૌથી મોટી છેતરપિંડી છે. આ લોકો ગૌશાળાની સંભાળ રાખે છે અને સરકાર તેમને દરેક રીતે મદદ કરે છે, જેમાં જમીનનો પણ સમાવેશ થાય છે. આમ છતાં જે ગાયો દૂધ નથી આપતી તેને કસાઈઓને સોંપી દેવામાં આવે છે.
ગૌશાળામાં દૂધ ન આપતી એક પણ ગાય નથી.
આંધ્રપ્રદેશના અનંતપુરમાં ઈસ્કોનના ગાય આશ્રયસ્થાનનો ઉલ્લેખ કરતા મેનકા કહે છે, 'એકવાર હું ત્યાં ગઈ હતી. સમગ્ર ગૌશાળામાં એક પણ ગાય એવી મળી ન હતી જે દૂધ ન આપતી હોય. તેમજ કોઈ વાછરડું પણ મળ્યું ન હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ઇસ્કોન ગાયો અને વાછરડાઓ વેચે છે જે દૂધ આપતા નથી.
The biggest cheater in India today is #ISKCON.
— Avishek Goyal (@AG_knocks) September 26, 2023
ISKCON is selling all its cows to the butchers- BJP MP Maneka Gandhi
Allegations are serious,needs to be investigated.
pic.twitter.com/9Ie4MK3IcF
મેનકા ગાંધીએ કહ્યું હતું કે, ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચે છે. ગાયો સાથે આ લોકો જે રીતે વર્તે છે તેમ કદાચ કયારેય કોઇએ નહી કર્યું હોય. આ જ લોકો 'હરે રામ હરે કૃષ્ણ' ગાતા રસ્તાઓ પર ફરે છે અને કહે છે કે આપણું આખું જીવન દૂધ પર નિર્ભર છે.
આ પણ વાંચો
રાજ્યના આ જિલ્લાઓમાં પથ્થરમારાની ઘટનાઓ, ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
Asian Games 2023: શૂટિંગ પર સોના-ચાંદીની વર્ષા, ઐશ્વર્યા પ્રતાપ સિંહે સિલ્વર જીત્યો
Alert: સરકારે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે જારી કરી ચેતવણી, અહીં જાણો તમારે શું ન કરવું જોઈએ