Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદનું હવામાન વિભાગનુ અનુમાન છે. જાણીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
Rain Update:રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદનું હવામાન વિભાગનુ અનુમાન છે. જાણીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરરસ્યો વરસાદ
જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કડીમાં સવા પાંચ ઈંચ વરસાદ, તો સાબરકાંઠાના ઈડરમાં સાડા ત્રણ ઈંચ,ભરૂચના હાંસોટમાં બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, મહેસાણાના જોટાણામાં પોણા બે ઈંચ,સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા બે ઈંચ, અરવલ્લીના ભિલોડામાં દોઢ ઈંચ,મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ,ગાંધીનગરના માણસામાં સવા ઈંચ,હિંમતનગરમાં સવા ઈંચ, પાલનપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો તો દેત્રોજમાં એક ઈંચ સંજેલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણો ઈંચ, સાગબારામાં પોણો ઈંચ,વાલીયામાં પોણો ઈંચ,વડાલીમાં પોણો ઈંચ,મહીસાગરના વિરપુરમાં પોણો, ઉમરપાડામાં પોણો ઈંચ,નડીયાદમાં અડધો ઈંચ,કપરાડામાં અડધો ઈંચ ,મહેસાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો તો પારડી, વલસાડ, પાટણમાં અડધો અડધો ઈંચ,ખેરગામ, ડોલવણ, વડનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો. બાલાસિનોર, આંકલાવ, વડોદરામાં અડધો ઈંચ, ધાનપુર, તલોદ, હાલોલમાં અડધો ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા,સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.15 ટકા વરસાદ વરસાદ વરસ્યો, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.59 ટકા વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.97 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 12.95 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 13.71 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
19 તાલુકામાં બે ઈંચથી સુધીનો વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 83 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 39 તાલુકામાં દસથી વીસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.