J&K: 12 કલાકમાં Target Killingની વધુ એક મોટી ઘટના, મોડી રાત્રે કાશ્મીરી પંડિતો કેમ્પમાં આશ્રય લેવા પહોંચ્યાં, જાણો કેવી છે ભયંકર સ્થિતિ
Target Killing: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ફરી એકવાર હિજરત જોવા મળી રહી છે. મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ જમ્મુ પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતો અને કર્મચારીઓએ સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી.
![J&K: 12 કલાકમાં Target Killingની વધુ એક મોટી ઘટના, મોડી રાત્રે કાશ્મીરી પંડિતો કેમ્પમાં આશ્રય લેવા પહોંચ્યાં, જાણો કેવી છે ભયંકર સ્થિતિ jammu kashmir two target killing in just twelve hours kashmiri pandit migrates from valley J&K: 12 કલાકમાં Target Killingની વધુ એક મોટી ઘટના, મોડી રાત્રે કાશ્મીરી પંડિતો કેમ્પમાં આશ્રય લેવા પહોંચ્યાં, જાણો કેવી છે ભયંકર સ્થિતિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/8ef4cc08c50739acea9f5e152a4cc4ee_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Target Killing In J&K: જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં આતંકીઓએ બે લોકોની હત્યા કરી નાખી. બદમામમાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરીઓને ગોળી મારી હતી, જેમાં બિહારના રહેવાસી દિલખુશ કુમારનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. બીજી તરફ ગુલગામમાં આતંકવાદીઓએ એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી નાખી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ફરી એકવાર હિજરત જોવા મળી રહી છે. મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ જમ્મુ પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતો અને કર્મચારીઓએ સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી. બીજી તરફ કાશ્મીરમાં આસ્થા પર ગોળીબારની અસર દેખાવા લાગી છે. ખીણમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ બાદ કાશ્મીરી પંડિતોની માંગને ધ્યાનમાં રાખીને ખીર ભવાની યાત્રાને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટાર્ગેટ કિલિંગ પછી ખીણમાં સ્થળાંતર
8 જૂનથી ખીર ભવાની યાત્રાની તૈયારીઓ શરૂ થવાની હતી. તેની તૈયારી પણ થઇ રહી છે પરંતુ મંદિર પરિસરમાં કર્મચારીઓની હત્યાનો વિરોધ સતત ચાલુ રહ્યો. છેલ્લા બે વર્ષને છોડીને 1994માં આ યાત્રા શરૂ થઈ હતી જે અવિરત ચાલી રહી છે. પરંતુ કાશ્મીરી પંડિતોનું માનવું છે કે હવે સ્થિતિ વણસી ગઈ છે. હાલમાં ખીર ભવાની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ અમરનાથ યાત્રા પણ 30 જૂનથી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભક્તોની સુરક્ષા પ્રશાસનની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. તેથી અમરનાથ યાત્રા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
12 કલાકમાં ટાર્ગેટ કિલિંગની બે મોટી ઘટનાઓ
ગુરુવારે મોડી સાંજે આતંકવાદીઓએ બડગામમાં બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા હતા. જેમાંથી એક કામદારનું મોત થયું હતું. માર્યા ગયેલા મજૂર બિહારનો રહેવાસી છે જ્યારે હુમલામાં ઘાયલ બીજો મજૂર પંજાબના ગુરદાસપુરનો રહેવાસી છે. બંને પરપ્રાંતિય મજૂરો બડગામ જિલ્લાના ચદૂરા ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તે કામ કરી રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેના પર હુમલો કર્યો હતો.
ઘટના બાદ તરત જ બંને મજૂરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બિહારના દિલખુશ કુમારને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય મજૂરની સારવાર ચાલી રહી છે. ગઈકાલે સવારે કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરવામાં આવી હતી. વિજય કુમાર રાજસ્થાનનો રહેવાસી હતો પરંતુ છેલ્લા 3 વર્ષથી કાશ્મીરમાં નોકરી કરતો હતો. કુલગામમાં માત્ર 48 કલાકમાં નિર્દોષની હત્યાની આ બીજી ઘટના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)