Jamnagar: લ્યો બોલો! પોલીસ હેડક્વાર્ટરમાંથી જ થઈ દારૂની બોટલોનું ચોરી, આરોપીનું નામ જાણીને ચોંકી જશો
જામનગર: પોલીસનું કામ ચોરી જેવી ઘટના રોકવાનું છે. આ ઉપરાંત જો ચોરી જેવી ઘટના ઘટે તો ચોરને પકડી જેલ હવાલે કરવાનું છે. પરંતુ જો પોલીસ સ્ટેશનમાં જ ચોરી થાય તો! જામનગરમાં આવી જ ઘટના બની છે.
જામનગર: પોલીસનું કામ ચોરી જેવી ઘટના રોકવાનું છે. આ ઉપરાંત જો કોઈ ચોરી જેવી ઘટના કરે તો તેને પકડી જેલ હવાલે છે કરે છે. પરંતુ હવે પોલીસ સ્ટેશનમાં જ ચોરી થાય તો! આ વાત જાણીને તમને જરૂર આંચકો લાગ્યો હશે. કારણ કે પોલીસ સ્ટેશમાં ચોરી કરવાની હિંમત કોણ કરે. પોલીસ સ્ટેશમાં ચોરી થઈ અને મજાની વાત એ છે કે દારૂની ચોરી થઈ.
આ અંગે વિગતે વાત કરીએ તો જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી દારૂના મુદામાલની ચોરી થઈ છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ દારૂ સહિતનો મુદ્દામાલ જે હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો ત્યાંથી ચોરી થઈ છે. ચોર 317 અંગ્રેજી દારૂની બોટલ અને 7 નંગ બિયર ચોરી ગયો છે. કુલ રૂપિયા 1,55,500ના મુદ્દામાલની થઈ ચોરી થઈ છે. પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતા અને અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોર સામે આ અંગે ફરિયાદ દાખલ થઈ છે. સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલ ચોરી થતા અનેક સવાલો ઉઠ્યા છે.
રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત
છોટાઉદેપુર: ભાજપ જિલ્લા યુવા મોરચાનાં પ્રમુખ હિરેન પંડિતનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે હિરેન પંડિત રાત્રિનાં અગિયાર વાગ્યે બાઈક લઈને ઘરે જતાં હતા તે દરમિયાન સિહોદ ચોકડી પાસે એક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બીજેપી નેતાને ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા બોડેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યુવા મોરચાનાં પ્રમુખનું મોત થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે.
અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
અમદાવાદમાં ‘ખુન કા બદલા ખુન’ જે ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડીમાં એક પરિવારે પુત્રની હત્યાનો બદલો લેવા યુવકની જાહેરમાં હત્યા કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક નવલેશનો ગેસના બાટલાને લઇ ગત ડિસેમ્બરમાં નટુભાઈ અને તેના પરીવાર સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં નવલેશના પિતરાઈ ગિરિરાજે કિરણ નામના યુવકની હત્યા કરી નાખી હતી. હવે આ અદાવતમાં કિરણના પરિવારે નવલેશની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી છે. આ હત્યામાં કિરણના માતા-પિતા, ભાઈ અને મિત્ર સંડોવાયેલા હોવાનું ખુલાસો થયો છે. હાલમાં અમરાઈવાડી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.