Jamnagar: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો સાથે સંવાદ કર્યો, જમીન રિ-સર્વે અંગે જાણો શું કહ્યું ?
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે જામનગરના હાપા માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. રાઘવજી પટેલે વિવિધ જણસી અંગે માહિતી મેળવી હતી.
જામનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે જામનગરના હાપા માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. રાઘવજી પટેલે વિવિધ જણસી અંગે માહિતી મેળવી હતી. ટેકાના ભાવે થતી ખરીદીની સમીક્ષા પણ કરી હતી. રાઘવજી પટેલના મતે કમોસમી વરસાદ બાદ ખેતી પાકની નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરાશે. આ ઉપરાંત રાઘવજી પટેલે કહ્યું કે જમીન રિ-સર્વે અંગે કેટલીક ફરિયાદો મળી છે. જે અંગે મુખ્યમંત્રી અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાશે.
Gujarat: મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા
મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી 7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.
કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો
કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.