શોધખોળ કરો

સીએમ ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસના ધારાસભ્યને જાહેરમાં આપી આ ઓફર

હકુભા જાડેજા દ્વારા જામનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા અત્યાર સુધીમાં અનેક ભાજપ-કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા છે. આ કડીમાં આજે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર: પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા દ્વારા જામનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા અત્યાર સુધીમાં અનેક ભાજપ-કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા છે. આ કડીમાં આજે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ જામનગરથી રવાના થતા હતા ત્યારે તેમની કાર પાસે ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ ઉપસ્થિત હતા. ત્યારે સીએમએ શૈલેષ પરમારને કહ્યું કે, તમારે આવવું હોય તો બેસી જાવ. તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ શૈલેષ પરમારને કારમાં બેસાડવા તૈયારી બતાવી હતી. જો કે કોંગ્રેસ નેતા કારમાં બેઠા નહોતા અને હસવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ પહેલા હાર્દિક પટેલ પણ ભાજપના નેતાઓ સાથે આ સપ્તાહમા જોવા મળ્યા હતા.

આ પ્રસંગે સીએમએ જણાવ્યું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

આજે આ મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથજી બાપુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પરમાર, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ, શૈલેષ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Embed widget