શોધખોળ કરો

જામનગર: નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા ઝડપાયો, ફટાકડાના લાયન્સ માટે લાંચ માંગી હતી

જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય  લાંચ લેતા પકડાઈ જતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.

જામનગરમાં  ફટાકડાના લાયસન્સ મુદે નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે.  જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય  લાંચ લેતા પકડાઈ જતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. આ અધિકારી આ પહેલા પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે.   મળતી માહિતી મુજબ જામનગર શહેર મામલતદાર કચેરીના એક અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી ACBએ ઝડપી પાડ્યા છે. કર્મચારી ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરે છે. લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઈસન્સ મેળવવા અભિપ્રાય આપવામાં આવતો નથી.

અધિકારીને ઝડપવા માટે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડીકોયરની મદદ લેવામાં આવી હતી. આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે લાઈસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગ  કરી હતી અને તેમને રંગે હાથ ઝડપી લેવામાં  આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય આ અગાઉ દરબારગઢ ઝોનલમાં ફરજ બજાવતા હતા.  તે સમયે પણ તેઓ એસીબીના છટકામાં આવી ચુક્યા હતા, અને ફરીથી તેઓને નોકરીમાં લેવામાં આવ્યા હતા. ત્યારે તેઓ હાલ શહેર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા, અને આજે લાંચ લેતાં ઝડપાઈ જતાં જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 

રાજ્યમાં 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી

રાજ્યમાં શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેટ ઉમેદવારે RTI કરી શાળામાં કેટલી શિક્ષકોની ઘટ છે તેની માહિતી માંગી હતી. જેમાં ખુલાસો થયો છે કે, પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ધોરણ 6 થી 8માં કુલ 8 હજાર 273 વિદ્યાસહાયકની જગ્યા ખાલી છે. 

આ ખાલી જગ્યાઓમાં  ગણિત, વિજ્ઞાનમાં 3 હજાર 324, સામાજીક વિજ્ઞાનમાં 3 હજાર 87 અને ભાષામાં 1 હજાર 862ની જગ્યા ખાલી છે. આ ઉપરાંત 1 થી 5ની લાયકાત વાળા 2,188 શિક્ષકો હાલ ધોરણ 6 થી 8માં કામ કરે છે. જો એમને 6 થી 8ના મહેકમમાં ગણવામાં ન આવે તો ધોરણ 6 થી 8માં 10 હજાર કરતા વધુ ખાલી જગ્યા થાય.  હાલ ધો. 1 થી 5માં શિક્ષકોની  5 હજાર 867 જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ 15 હજારથી વધુ જગ્યા ખાલી હોવાના RTIમાં આંકડા સામે આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
Election 2026 Results: જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો પર 'AAP' ના ઉમેદવારોનો વિજય, MLA હેમંત ખવાના માતાની જીત
Election 2026 Results: જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો પર 'AAP' ના ઉમેદવારોનો વિજય, MLA હેમંત ખવાના માતાની જીત

વિડિઓઝ

Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget