જામનગરઃ પ્રેમસુખ ડેલુએ સાગમટે બદલીના આદેશ કર્યા, 95 પોલીસકર્મીની આંતરિક બદલી થઈ
LCB અને SOGમાં પણ કેટલાક કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે.
જામનગર: જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ વિભાગમાં સાગમટે બદલીના આદેશ કર્યા છે. જેમાં 95 પોલીસકર્મીઓની આંદરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં LCB અને SOGમાં પણ કેટલાક કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે.
આ પહેલા મે મહિનામાં ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફરજ બજાવતા 47 બિનહથીયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના રાજ્ય સરકારે આદેશ કર્હયો હતો.રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા આ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે જણાવાયું હતું.
રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ પણ ટુંક સમયમાં આવી શકે છે. રાજ્યના DGP વિકાસ સહાયના આદેશથી 47 પોલીસ ઈન્સપેક્ટર્સની બદલી કરવામાં આવી છે. તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે આદેશમાં સુચન કરવામાં આવ્યું છે.
એમડી ચૌધરીને સુરેન્દ્રનગરથી વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. એમ.સી.નાયક એટીએસમાંથી સુરત શહેરમાં બદલી કરાઈ છે. જેએન ચાવડાની એટીએસમાંથી ઈન્ટેલીજન્સમાં બદલી કરવામાં આવી છે. ડીઆર ગઢવીની રાજકોટ ગ્રામ્યમાંથી બનાસકાંઠામાં બદલી કરવામાં આવી છે.
આ સિવાય જેપી જાડેજાની છોટાઉદેપુરથી અમદાવાદ શહેરમાં બદલી કરાઈ છે. બીકે ભારાઈની અરવલ્લીથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ડીએમ હરીપરાની દાહોદથી રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.