(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપ શાસિત આ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેને કહ્યુ- ‘જિલ્લામા રસીકરણ કેટલું થયું ખબર નથી, અધિકારીઓ ગાંઠતા નથી’
તેમણે કહ્યું કે એજંસી મારફતે રખાયેલા સામાન્ય કર્મચારીઓના પગારથી માંડી માસ્કની ખરીદી સુધી બધે જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે ચેરમેનને જો કોઈ અસંતોષ હશે તો નિરાકરણ લાવીશું.
જામનગરઃ ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનના નિવેદનના કારણે હડકંપ મચી ગયો છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, જિલ્લામાં કોરોનાની રસીનું રસીકરણ કેટલું થયું છે એની તેમને ખબર નથી. તેમણે કહ્યું હતુ કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ અમને ગાંઠતા જ નથી.
જામનગર આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સાંગાણીએ મીડિયા સમક્ષ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. આરોગ્ય સમિતિને શોભાના ગાંઠીયા સમાન ગણાવી હતી. આ સમિતિના તેઓ ચેરમેન છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દો જામનગર જીલ્લા પંચાયતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેમણે કહેવું છે કે અધિકારીઓ નાનામાં નાના કામોમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એજંસી મારફતે રખાયેલા સામાન્ય કર્મચારીઓના પગારથી માંડી માસ્કની ખરીદી સુધી બધે જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે ચેરમેનને જો કોઈ અસંતોષ હશે તો નિરાકરણ લાવીશું.
ચેરમેને પગાર બિલ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કર્યો હતો અને સાથે સરકાર પાસે તપાસની માંગ કરી હતી. તેમના મતે એજન્સી મારફતે ભરતી હોય કે કોઈ ખરીદી હોય તેના ખોટા બિલ મૂકી ગેરરીતી આચરવામાં આવી રહી હોય તેવા તેમણે આક્ષેપ કર્યો હતો. ઇન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી બથવારે કહ્યું કે ચેરમેનને અસંતોષ થયો હશે તો નિરાકરણ કરી આપીશું અને અમે તમામ માહિતી અને બેઠક અંગે આરોગ્ય સમિતિના ચેરમેનને વાકેફ કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અમેઝોન કંપની 8000થી વધુને નોકરી આપશે
ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન આ વર્ષે દેશના 35 શહેરોમાં કોર્પોરેટ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને કામગીરીની ભૂમિકા માટે 8000થી વધુ સીધી નોકરીઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરશે. આ માહિતી કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આપી છે. એમેઝોનના HR લીડર-કોર્પોરેટ (એશિયા પેસિફિક અને મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા) દીપ્તિ વર્માના જણાવ્યા મુજબ, "આ નોકરીની તકો બહુવિધ પ્રોફાઇલ્સ માટે છે, જેમાં કોર્પોરેટ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને કામગીરીની ભૂમિકાઓ સામેલ છે."