(Source: ECI/ABP News/ABP Majha)
બ્રહ્મકુમારીની વિધિથી ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર, માતા અને બહેનની સ્થિતિ ખરાબ, ચોધાર આંસુ સાથે આપી વિદાય
Sidharth Shukla Funeral:મુંબઇના ઓશિવિરામાં આજે એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમને અંતિમ વિદાય સમયે બહેન માતા ભાંગી પડ્યાં. ચોધાર આંસુ સાથે આપી વિદાય
Sidharth Shukla Funeral:મુંબઇના ઓશિવિરામાં આજે એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમને અંતિમ વિદાય સમયે બહેન માતા ભાંગી પડ્યાં. ચોધાર આંસુ સાથે આપી વિદાય
મુંબઇના ઓશિવિરામાં આજે એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારને સાંત્વના અપાવા તેમના નજીકના મિત્રો પહોંચ્યાં હતા. ખૂબ જ ગમગીમ મહોલ વચ્ચે સિદ્ધાર્થને અંતિમ વિદાય અપાઇ.
એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર બ્રહ્મ કુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા હતા.અંતિમ સંસ્કારમાં બ્રહ્મ કુમારી સમાજનના 2 લોકો જોડાયા હતા. ટીવી સ્ટાર સિદ્ધાર્થ આજે પંચતત્વમાં વિલન થઇ ગયા. અંતિમ સંસ્કાર માટે તેમની માતા અને બહેન કારમાં બેસીને રવાના થયા હતા જેમની હાલત ખૂબ જ ખરાબ હતી. બંને ખૂબ જ શોકમગ્ન સ્થિતિમાં જોવા મળ્યાં. સિદ્રાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલ પર અંતિમ યાત્રામાં જોડાઇ હતી.
શહેનાઝ ગિલની હાલ પણ ખૂબ જ ખરાબ હતી. તેમણે અંતિમ સંસ્કાર સમયે સુદ્ધબુદ્ધ ગુમાવતા,. તેમને સંભાળવી મુશ્કેલ બની હતી. ચોધાર આસું સાથે તેમણે તેમના નજીકના મિત્ર સિદ્રાર્થ સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર સમયે તેમના નજીકના તમામ લોકો પહોંચ્યાં હતા. અંતિમ સંસ્કારમાં જવા માટે માત્ર 100 લોકોની પરમિશન હતી પરંતુ ઓશિવારા સ્મશાનની બહાર બહુ ભીડ હતી. અંતિમ સંસ્કાર જ્યાં થઇ રહ્યાં હતા ત્યાં તેમના નજીકના મિત્રો પહોંચ્યાં હતા.
એવી ખબર આવી હતી કે, હોસ્પિટલથી સિદ્ધાર્થના પાર્થિવ દેહને તેમના ઘર લઇ જવાશે અને ત્યાં દર્શન માટે રખાશે પરંતુ એવું ન બન્યું હોસ્પિટલથી સીધા જ તેમને અંતિમ સંસ્કાર માટે પરંતુ ઓશિવારા સ્મશાન લઇ જવાયા. સિદ્ધાર્થના મોતથી સ્તબ્ધ છે મનોરંજન જગત. એક દિવસ પહેલા કામ કરી રહ્યાં હતા અને બીજે દિવસે અચાનક હાર્ટ અટેકથી મૃત્યુ થઇ ગયું.
શાનદાર રહ્યું કરિયર
સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી.
સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળ્હયો હતો. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તેને બિગ બોસ 13થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTTમાં પણ જોવા મળ્યા હતા.