કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાય માટે ઓબીસી લિસ્ટમાં કર્યો સામેલ, જાણો કોણે કરી ટીકા
NCBC On Muslims In OBC List: : NCBCએ કહ્યું કે, કેટેગરી 2B હેઠળ કર્ણાટક રાજ્યના તમામ મુસ્લિમોને OBC ગણવામાં આવ્યા છે.

NCBC On Muslims In OBC List:કમિશને એક અખબારી યાદી બહાર પાડીને આ બાબતની માહિતી આપી હતી. NCBC એ બુધવારે (24 એપ્રિલ) કર્ણાટક સરકારના ડેટાને ટાંકીને તેની પુષ્ટિ કરી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે કહ્યું કે, કર્ણાટક સરકારના ડેટા મુજબ, કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે OBCની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. . કેટેગરી II-B હેઠળ, કર્ણાટક રાજ્યમાં તમામ મુસ્લિમોને OBC ગણવામાં આવે છે. કમિશને કહ્યું કે કેટેગરી-1માં 17 મુસ્લિમ સમુદાયોને ઓબીસી ગણવામાં આવ્યા છે, જ્યારે કેટેગરી-2એમાં 19 મુસ્લિમ સમુદાયોને ઓબીસી ગણવામાં આવ્યા છે.
NCBC પ્રેસ રિલીઝમાં શું છે?
As per the data from Karnataka government, all castes and communities of Muslims of Karnataka have been included in the list of OBCs for reservation in employment and educational institutions under the state govt. Under Category II-B, all Muslims of Karnataka state have been… pic.twitter.com/eh1IYF3FX0
— ANI (@ANI) April 24, 2024
NCBCના પ્રમુખ હંસરાજ ગંગારામ આહીરના જણાવ્યા અનુસાર, "કર્ણાટક સરકારના નિયંત્રણ હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરીઓમાં અનામત અને પ્રવેશ માટે OBCની રાજ્ય યાદીમાં કર્ણાટકના તમામ મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે નેશનલ બેકવર્ડ ક્લાસ એક્ટ હેઠળ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે, કર્ણાટકમાં મુસ્લિમોની વસ્તી 12.32 ટકા છે.
આ મુસ્લિમ સમુદાયોને કેટેગરી-1માં ઓબીસી ગણવામાં આવતા હતા.
કેટેગરી 1 ઓબીસી તરીકે ગણવામાં આવતા 17 મુસ્લિમ સમુદાયોમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંદ, કસાબ, ફુલમાલી (મુસ્લિમ), નલબંદ, કસાઈ, અથરી, શિક્કલીગરા, સિક્કાલીગરા, સલાબંદ, લદાફ, થીકાનગર, બાઝીગરા, જોહરી અને પિંજરીનો સમાવેશ થાય છે.
એનસીબીસીએ સરકારની ટીકા કરી હતી
ટુડેના અહેવાલ મુજબ, NCBC એ અનામત હેતુઓ માટે મુસ્લિમ સમુદાયને પછાત જાતિ તરીકે વર્ગીકૃત કરવાના કોંગ્રેસ સરકારના નિર્ણયની ટીકા કરી છે, કમિશને કહ્યું કે આ પગલાથી રાજ્યમાં અન્ય પછાત વર્ગોના અધિકારોનું નુકસાન થયું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
