PM મોદી ડિગ્રી વિવાદ: ગુજરાત યુનિવર્સિટીએ કરેલા માનહાનિના કેસની સુનાવણીમાં કેજરીવાલ ન રહ્યાં હાજર, કોર્ટે કર્યો આ આદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીગ્રી વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા માનહાનિ કેસની સુનાવણીમાં કેજરીવાલ અને સંજયસિંહ હાજર ન રહી શક્યા.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીગ્રી વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા માનહાનિ કેસની સુનાવણીમાં કેજરીવાલ અને સંજયસિંહ હાજર ન રહી શક્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીગ્રી વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા માનહાનિનો કેસ કર્યો છે. જેના મુદ્દે આજે સુનાવણી હતી પરંતુ સુનાવણીમાં કેજરીવાલ અને સંજયસિંહ હાજર ન હતા રહી શકાયા. દિલ્લીમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ તોડાઇ રહ્યું છે. આ સ્થિતિમાં કામગીરીની વ્યસ્તતાના કારણે કેજરીવાલ અને સંજયસિંહ હાજર ન રહી શક્યા હોવાની તેમના વકીલે દલીલ કરી છે. આ કેસની ફરી સુનાવણી 26 જુલાઇએ છે, જેમાં કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા આદેશ આપ્યાં છે. ગત સુનાવણીમાં કોર્ટે 15દિવસનો સમય આપ્યો હતો. કોર્ટે દલીલના અંતે 26 જુલાઈનાં ફરજિયાત હાજર રહેવા હુકમ કર્યો છે.
શું છે સમગ્ર વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની એમએની ડિગ્રી સાર્વજનિક કરવાની માંગ કરી હતી. તેને એક વ્યર્થ અને ગેરમાર્ગે દોરનારી અરજી ગણાવતા ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વાસ્તવમાં આ મામલો વર્ષ 2016નો છે. જ્યારે અરવિંદ કેજરીવાલે RTI દ્વારા PM મોદીની BA અને MA ડિગ્રીની વિગતો માંગી હતી. જેના પર એપ્રિલ 2016 માં, તત્કાલિન કેન્દ્રીય માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યુલુએ વડા પ્રધાન કાર્યાલય (PMO), ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને વડા પ્રધાનની ડિગ્રી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે કેન્દ્રીય માહિતી આયોગના આ આદેશને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે પોતાના નિર્ણય દરમિયાન કહ્યું કે વડાપ્રધાનની ડિગ્રી સોશિયલ મીડિયા અને યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આરટીઆઈ દ્વારા ડિગ્રીની વિગતો માંગીને અનિચ્છનીય વિવાદ ઉભો કરવા માગે છે. તેઓ સારી રીતે જાણે છે કે યુનિવર્સિટી આરટીઆઈ હેઠળ ત્રીજા પક્ષકારોને ડિગ્રી આપી શકે નહીં. RTI કાયદા હેઠળ વ્યક્તિની 'બેજવાબદાર બાલિશ જિજ્ઞાસા' જાહેર હિત બની શકતી નથી. અગાઉ, આ વર્ષે ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન, યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે છુપાવવા જેવું કંઈ નથી કારણ કે વડા પ્રધાનની ડિગ્રી વિશેની માહિતી "પહેલેથી જ પબ્લિક ડોમેનમાં" હતી અને યુનિવર્સિટી પાસે પહેલાથી જ હતી. ચોક્કસ તારીખે તેની વેબસાઇટ પર માહિતી સાર્વજનિક કરવામાં આવી હતી. જાહેર કરી.