Lalit Modi Health Update: લલિત મોદી એક અઠવાડિયાથી ઓક્સિજન સપોર્ટ પર, કોરોના પોઝિટિવ બાદ થયો ન્યુમોનિયા
Lalit Modi Corona Positive: લલિત મોદીએ જણાવ્યું છે કે, બે વખત કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ છેલ્લા એક અઠવાડિયાથી 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છે. તેને ન્યુમોનિયા પણ છે.
Lalit Modi Corona Positive: લલિત મોદીએ જણાવ્યું છે કે, બે વખત કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ છેલ્લા એક અઠવાડિયાથી 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છે. તેને ન્યુમોનિયા પણ છે.
Lalit Modi Health Update: IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક અઠવાડિયાથી 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. લલિત મોદીએ કહ્યું કે, તેઓ બે અઠવાડિયામાં બે વાર કોવિડથી સંક્રમિત થયા હતા અને તેમને " ગંભીર ન્યુમોનિયા" છે. આ સાથે તેમણે તેની તસવીર પણ જાહેર કરી છે.
શુક્રવારે (13 જાન્યુઆરી) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે જણાવ્યું કે, છેલ્લા 2 અઠવાડિયામાં તે બે વખત કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ બાદ તેમને ન્યુમોનિયા થયો હતો. તેણે લખ્યું, "2 અઠવાડિયામાં ડબલ કોવિડ સાથે 3 અઠવાડિયા ક્વોરૅન્ટીનમાં, ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા બાદ હવે તે પાછા ફરવાના પ્રયાસ કરી રહી છે. અંતમાં બે સુપરસ્ટાર ડૉક્ટરો અને સુપર પુત્રનો આભાર માન્યો જેમણે લંડનમાં મારા માટે ઘણું કર્યું." તથા એર એમ્બ્યુલન્સના માધ્યમ દ્વારા નીચે ઉતર્યા.
ડોકટરોનો આભાર માન્યો :
તેણે આગળ લખ્યું, "ફ્લાઇટ સારી હતી. કમનસીબે હજુ પણ હું 24 કલાક ઓક્સિજન પર છુ. " તેમણે લખ્યું "હું બધાનો ખૂબ આભારી છું. બધાને પ્રેમ." આ પોસ્ટમાં તેણે પોતાની તસવીર પણ શેર કરી જેમાં તે બાહ્ય રીતે ઓક્સિજન લેતા જોઈ શકાય છે.
લલિત મોદીએ મેક્સિકો અને લંડનમાં તેમની સારવાર કરનારા બંને ડૉક્ટરોનો પણ આભાર માન્યો છે. IPLના પૂર્વ અધ્યક્ષે તેના ડોક્ટરોને સુપરસ્ટાર કહ્યા છે.
સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં :
લલિત મોદી ગયા વર્ષે ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથેના સંબંધોની જાહેરાત કરી. 14 જુલાઈ, 2022ના રોજ, લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જ સુષ્મિતા સેન સાથેના સંબંધોનો ખુલાસો કરતા બંનેની ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. જોકે, સુષ્મિતા સેનાએ IPLના સ્થાપક સાથે ડેટિંગ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
ત્યારબાદ, પોતાનો ડીપી બદલતી વખતે, લલિત મોદીએ તેમના બાયોમાંથી સુષ્મિતા સેનનું નામ પણ હટાવી દીધું હતું, જેણે બંને વચ્ચે બ્રેકઅપના સમાચારને વેગ આપ્યો હતો.