ભારત મૂળના લીના નાયર કોણ છે, જેને ફ્રાંસ લકઝરી ગ્રૂપ શનૈલે તેમના ગ્લોબલ CEO બનાવ્યાં
હાલમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી, હવે ભારતીય મૂળની લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલ દ્વારા તેના નવા ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
![ભારત મૂળના લીના નાયર કોણ છે, જેને ફ્રાંસ લકઝરી ગ્રૂપ શનૈલે તેમના ગ્લોબલ CEO બનાવ્યાં Leena nair success story unilevers chro indian origin leena nair appointed as french luxury group chanel global ceo ભારત મૂળના લીના નાયર કોણ છે, જેને ફ્રાંસ લકઝરી ગ્રૂપ શનૈલે તેમના ગ્લોબલ CEO બનાવ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/15/619c7b73f69f79ee6d35a5ad94ecf5b2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ભારતનું કદ વધ્યું. હવે ભારતીય મૂળની લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલ દ્વારા તેના નવા ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તે યુનિલિવરની ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) હતી, પરંતુ હવે તેણે રાજીનામું આપી દીધું છે. શનૈલે જણાવ્યું છે કે લીના નાયર જાન્યુઆરીથી એટલે કે નવા વર્ષથી આ ગ્રુપમાં જોડાશે. આવો જાણીએ કોણ છે લીના નાયર અને શું છે તેની સક્સેસ સ્ટોરી?
ભારતીય મૂળની લીના નાયરનું કરિયર ગ્લોબલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં લગભગ 30નું છે. લીના નાયરે જમશેદપુર, ઝારખંડમાં ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI)માં (1990-92) અભ્યાસ કર્યો અને ત્યાંથી ગોલ્ડ મેડલ જીત્યો. તેમને ઘણા HR ઇન્ટવેશન માટે શ્રેય મળ્યો છે. તેમાંથી એક હતો 'કરિયર બાય ચોઈસ'. તેમાં એવી મહિલાઓને વર્કફોર્સનો હિસ્સો બનાવવાનો હતો, જેને પોતાની કારકિર્દી ઘણી પાછળ છોડી દીધી છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કર્યો અભ્યાસ
લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની છે. તેણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલથી સ્કૂલનો અભ્યાસ પણ કર્યો છે. તેણી કહે છે કે જ્યારે તેણીને જમશેદપુરની ઝેવિયર્સ કોલેજમાંથી ઓફર મળી ત્યારે તેના માટે તેના પરિવારને મનાવવા ખૂબ મુશ્કેલ હતું. તેણે તેના પિતાને સમજાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો કે તેણે અભ્યાસ માટે જમશેદપુર જવું પડશે, જ્યાં ટ્રેન દ્વારા પહોંચવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.
1969માં જન્મેલા લીના નાયર 2013માં ભારતમાંથી લંડન શિફ્ટ થયા. , તેમને એંગ્લો-ડચ કંપનીના લંડન હેડક્વાર્ટરમાં નેતૃત્વ અને સંગઠન વિકાસના વૈશ્વિક વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. 2016 માં, તે યુનિલિવરની પ્રથમ મહિલા અને સૌથી નાની વયની CHRO બની. ભારતીય મૂળની લીના નાયર તેના સિદ્ધીના શિખરો સર કરવાની સાથે ભારતને પણ ગૌરવ અપાવી રહી છે.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)